લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે 17 એપ્રિલ બુધવારના રોજ 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વૈશાખીની ઉજવણીનું આયોજન કર્યું હતું. ઉજવણીમાં શિખ સમુદાયના 140 લોકો હાજર રહ્યાં હતાં અને બર્મિંગહામની નિશ્કામ પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓએ શબદ કીર્તન રજૂ કર્યાં હતાં. આ પ્રસંગે વડાપ્રધાન સુનાકે જણાવ્યું હતું કે, તેમના દાદાદાદી પંજાબના વતની હતાં. શિખ સમુદાયની લંગરની પરંપરા તમામ ભૂખ્યાંને અન્ન આપે છે. ગુરુ ગ્રંથ સાહિબ સત્ય, કરૂણા, સમાનતા, માનવતા અને સેવાનો સંદેશ આપે છે.