લંડનઃ આગામી સંસદની ચૂંટણી પહેલાં લિટમસ ટેસ્ટ સમાન બ્રિટનની 107 કાઉન્સિલની ચૂંટણીમાં વડાપ્રધાન રિશી સુનાકની કન્ઝર્વેટિવ પાર્ટીને ઐતિહાસિક પરાજયનો સામનો કરવો પડ્યો છે. કન્ઝર્વેટિવ પાર્ટીને 397 બેઠકના નુકસાન સાથે ફક્ત 515 કાઉન્સિલ બેઠક પર વિજય પ્રાપ્ત થયો હતો જ્યારે લેબર પાર્ટીએ દાયકાઓથી વિજય પ્રાપ્ત ન કર્યો હોય તેવી કાઉન્સિલો પર પણ કબજો જમાવ્યો હતો. કાઉન્સિલની ચૂંટણીમાં લેબર પાર્ટીના 1,158 ઉમેદવાર વિજયી બન્યાં હતાં આમ લેબર પાર્ટીને કુલ 232 બેઠકોનો લાભ થયો હતો.
કાઉન્સિલ પર પ્રભુત્વની વાત કરીએ તો કન્ઝર્વેટિવ પાર્ટીના હાથમાંથી 10 કાઉન્સિલનું નિયંત્રણ ચાલ્યું ગયું છે જેની સામે લેબર પાર્ટીને ફક્ત બે કાઉન્સિલમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે જો કે લેબર પાર્ટીએ નવી 10 કાઉન્સિલ પર પ્રભુત્વ જમાવ્યું છે. લિબરલ ડેમોક્રેટ પાર્ટીએ તેના નિયંત્રણ હેઠળની દસે દસ કાઉન્સિલમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે. જેની સામે બે નવી કાઉન્સિલ પર કબજો જમાવતાં તેના હાથમાં 12 કાઉન્સિલ આવી છે. ગ્રીન પાર્ટીને એકપણ કાઉન્સિલમાં સત્તા હાંસલ થઇ નથી જ્યારે કોઇપણ પાર્ટીનું નિયંત્રણ ન હોય તેવી કાઉન્સિલની સંખ્યા 38 થઇ છે.
કાઉન્સિલ ચૂંટણી પરિણામ
કન્ઝર્વેટિવ પાર્ટી
વિજેતા ઉમેદવાર – 515
બેઠકોનું નુકસાન - 397
લેબર પાર્ટી
વિજેતા ઉમેદવાર – 1,158
બેઠકોનો લાભ – 232
લિબરલ ડેમોક્રેટ પાર્ટી
વિજેતા ઉમેદવાર – 522
બેઠકોનો લાભ – 98
ગ્રીન પાર્ટી
વિજેતા ઉમેદવાર – 181
બેઠકોનો લાભ – 064
રિફોર્મ પાર્ટી
વિજેતા ઉમેદવાર – 002
બેઠકોનું નુકસાન – 001
અન્ય
વિજેતા ઉમેદવાર – 285
બેઠકોનું નુકસાન – 023
કઇ કાઉન્સિલમાં કોને લાભ કોને નુકસાન
કન્ઝર્વેટિવ પાર્ટી
06 કાઉન્સિલ પર કબજો જાળવી રાખ્યો
00 નવી કોઇ કાઉન્સિલ ન મળી
10 કાઉન્સિલ પર કબજો ગુમાવ્યો
ગુમાવેલી કાઉન્સિલ – રુશમોર, રેડિચ, ન્યુનિઆટન એન્ડ બેડવર્થ, અદુર, ડોરસેટ, નોર્થ ઇસ્ટ લિન્કનશાયર, હેવેન્ટ, બાસિલડન, ડડલી, ગ્લુસેસ્ટર
લેબર પાર્ટી
41 કાઉન્સિલ પર કબજો જાળવી રાખ્યો
10 નવી કાઉન્સિલ પર કબજો મેળવ્યો
02 કાઉન્સિલ પર કબજો ગુમાવ્યો
ગુમાવેલી કાઉન્સિલ – ઓલ્ડહામ, કિર્કલીઝ
લિબરલ ડેમોક્રેટ પાર્ટી
12 કાઉન્સિલ પર કબજો જાળવી રાખ્યો
00 કાઉન્સિલ પર કબજો ગુમાવ્યો
02 નવી કાઉન્સિલ પર કબજો મેળવ્યો
સંપુર્ણ બહુમતી ન હોય તેવી કાઉન્સિલ
38 કાઉન્સિલ સંપુર્ણ બહુમતી વિનાની યથાવત
આ કાઉન્સિલોમાં કોઇ એક પાર્ટીનું નિયંત્રણ નહીં – સ્ટ્રાઉડ્સ, ટેન્ડરિજ, વેસ્ટ ઓક્સફર્ડશાયર, વોકિંગહામ, વોર્સેસ્ટર, પોર્ટ્સમાઉથ, રિગેટ એન્ડ બેન્સ્ટીડ, રોકફોર્ડ, રગ્બી, રન્નીમેડ, શેફિલ્ડ, સાઉથએન્ડ ઓન સી, સ્ટોકપોર્ટ, હાર્ટ, હેસ્ટિંગ્સ, મેઇડસ્ટોન, નોર્થ હર્ટફોર્ડશાયર, નોર્વિચ, ઓક્સફર્ડ, પેન્ડલે, પીટરબરો, બેસિંગસ્ટોક, બોલ્ટન, બ્રેન્ટવૂડ, બ્રિસ્ટોલ, બર્નલી, ચેરવેલ, કોલચેસ્ટર, એલ્મબ્રિજ, બાસિલડોન, ડડલી, ગ્લુસેસ્ટર, હેવેન્ટ, નોર્થ ઇસ્ટ લિન્કનશાયર, કિર્કલિસ, ઓલ્ડહામ, કેસલપોઇન્ટ