લંડનઃ 1990ના દાયકામાં ઇસ્ટ લંડનના ટાવર હેમલેટ્સમાં એક બાળક પર બળાત્કાર કરનાર બાથની બાલાન્સ સ્ટ્રીટમાં રહેતા મુહમ્મદ તાલુકદારને સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટે 14 વર્ષ કેદની સજા ફટકારી છે. તાલુકદારના અપરાધો 2020માં બહાર આવ્યાં હતાં પરંતુ ડીએનએ પુરાવા અને સાક્ષીઓ ન હોવાના કારણે પોલીસ અધિકારીઓએ બાળકના મિત્રો અને પરિવારજનો સાથે વાત કરીને મેડિકલ રેકોર્ડના આધારે તાલુકદાર સામે મૂકાયેલા આરોપ પૂરવાર કર્યા હતા.