લંડનઃ કોરોના મહામારી બાદ નિયંત્રણોમાં છૂટછાટ મળતાં યુગલોએ લગ્નો માટે ધસારો કરતાં લગ્નોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર 2022માં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 2,46,897 લગ્નો નોંધાયાં હતાં. જે 2019ની સરખામણીમાં 12.3 ટકાનો વધારો દર્શાવે છે.જો કે 1992થી 2022 સુધીના છેલ્લા 30 વર્ષના આંકડા જોઇએ તો લગ્નોમાં 20.8 ટકાનો ઘટાડો નોંધાયો છે. 1992માં 3,11,564 લગ્ન થયાં હતાં. જોકે 2022માં નોંધાયેલો વધારો ક્ષણજીવી બની રહેશે કારણ કે 2023માં લગ્નોનું પ્રમાણ ઘટી ગયું હતું.