લંડન - બ્રિટનમાં સ્થાયી થયેલા ભારતીયો હવે રાજનીતિમાં પણ ઘણા સક્રિય બની રહ્યાં છે. 4 જુલાઇના રોજ યોજનારી સંસદની ચૂંટણીમાં 107 ભારતીય મૂળના બ્રિટિશરોને વિવિધ પાર્ટીની ટિકિટ પર ઉમેદવારી કરી હતી. તેમાંથી વડાપ્રધાન રિશી સુનાક સહિત 25 બ્રિટિશ ભારતીય હાઉસ ઓફ કોમન્સમાં પહોંચવામાં સફળ રહ્યાં છે. પાછલા હાઉસ ઓફ કોમન્સમાં ભારતીય મૂળના 18 સાંસદ હતાં.
આ વખતની ચૂંટણીમાં લેબર પાર્ટીની ઉમેદવારી કરીને 12 નવા ભારતીય મૂળના સાંસદ હાઉસ ઓફ કોમન્સમાં પહોંચ્યા છે. જ્યારે ભારતીય મૂળના 6 લેબર સાંસદ લિસા નંદી, નાદિયા વ્હિટોમ, નવેન્દુ મિશ્રા, પ્રીત ગીલ, વેલેરી વાઝ અને સીમા મલ્હોત્રાએ તેમની બેઠકો જાળવી રાખી છે.
કન્ઝર્વેટિવ પાર્ટીમાં ફક્ત બે નવા ભારતીય મૂળના સાંસદ ચૂંટાઇ આવ્યાં છે. લેસ્ટર ઇસ્ટની બેઠક પરથી શિવાની રાજા અને સોલિહલ વેસ્ટ અને શર્લી બેઠક પરથી ડો. નીલ શાસ્ત્રી હર્સ્ટે વિજય હાંસલ કર્યો હતો. વડાપ્રધાન રિશી સુનાક, પૂર્વ હોમ સેક્રેટરીઓ પ્રીતિ પટેલ અને સુએલા બ્રેવરમેન, ક્લેર કોન્ટિન્હો અને ગગન મોહિન્દ્રાએ તેમની બેઠકો જાળવી રાખી હતી.
નામ – મત વિસ્તાર – પાર્ટી
રિશી સુનાક – રિચમન્ડ અને નોર્થએલર્ટોન – કન્ઝર્વેટિવ પાર્ટી
પ્રીતિ પટેલ – વિધામ – કન્ઝર્વેટિવ પાર્ટી
સુએલા બ્રેવરમેન – ફેરહામ અને વોટરલૂવિલે – કન્ઝર્વેટિવ પાર્ટી
ક્લેર કોન્ટિન્હો – ઇસ્ટ સરે – કન્ઝર્વેટિવ પાર્ટી
ગગન મોહિન્દ્રા – સાઉથવેસ્ટ હર્ટફોર્ડશાયર – કન્ઝર્વેટિવ પાર્ટી
શિવાની રાજા – લેસ્ટર ઇસ્ટ – કન્ઝર્વેટિવ પાર્ટી
ડો. નીલ શાસ્ત્રી હર્સ્ટ – સોલિહલ વેસ્ટ અને શર્લી – કન્ઝર્વેટિવ પાર્ટી
-----------------------
કનિષ્કા નારાયણ – વેલ ઓફ ગ્લેમોર્ગન – લેબર પાર્ટી
નવેન્દુ મિશ્રા – સ્ટોકપોર્ટ – લેબર પાર્ટી
પ્રીત કૌર ગીલ – બર્મિંગહામ એજબેસ્ટન – લેબર પાર્ટી
તનમનજિતસિંહ ઢેસી – સ્લાઉ – લેબર પાર્ટી
વેલેરી વાઝ – વાલસાલ અને બ્લોક્સવિચ – લેબર પાર્ટી
સોનિયા કુમાર – ડડલી – લેબર પાર્ટી
હરપ્રીત ઉપ્પલ – હડર્સફિલ્ડ – લેબર પાર્ટી
સીમા મલ્હોત્રા – ફેલ્ધામ અને હેસ્ટન – લેબર પાર્ટી
વારિન્દર જસ્સ – વૂલ્વરહેમ્પટન વેસ્ટ – લેબર પાર્ટી
ગુરિન્દર જોસાન – સ્મેથવિક – લેબર પાર્ટી
જસ અઠવાલ – ઇલફર્ડ સાઉથ – લેબર પાર્ટી
બેગ્ગી શંકર – ડર્બી સાઉથ – લેબર પાર્ટી
સતવીર કૌર – સાઉધમ્પટન ટેસ્ટ – લેબર પાર્ટી
સોરેન જોસેફ – એશફોર્ડ, કેન્ટ – લેબર પાર્ટી
લીસા નંદી – વિગાન – લેબર પાર્ટી
નાદિયા વ્હિટ્ટોમ – નોટિંગહામ ઇસ્ટ – લેબર પાર્ટી
જીવન સાંધેર – લફબરો – લેબર પાર્ટી
સુરીના બ્રેકનરિજ – વૂલ્વરહેમ્પટન નોર્થઇસ્ટ – લેબર પાર્ટી
કિરિથ એન્ટવિસ્ટલ – બોલ્ટન નોર્થ ઇસ્ટ – લેબર પાર્ટી
----------------------
મુનીરા વિલ્સન – ટ્વીકનહામ – લિબરલ ડેમોક્રેટ પાર્ટી
---------------------
શૌકત આદમ પટેલ – લેસ્ટર સાઉથ – અપક્ષ ઉમેદવાર
ઇકબાલ મોહમ્મદ – ડ્યુસબરી એન્ડ બેટલી – અપક્ષ ઉમેદવાર