લંડનઃ 4 જુલાઇના રોજ યોજાયેલી ચૂંટણીમાં પહેલીવાર સૌથી વધુ સંખ્યામાં મહિલા સાંસદો ચૂંટાઇ આવ્યાં છે. લેબર સરકારના નેતૃત્વમાં 264 મહિલા સાંસદો આ વખતે હાઉસ ઓફ કોમન્સમાં જનતાની સમસ્યાઓને વાચા આપશે. હાઉસ ઓફ કોમન્સમાં 2024માં મહિલા સાંસદોની સંખ્યા 40.6 ટકા પર પહોંચી છે જે 2019માં 34.2 ટકા રહી હતી. જોકે અનુભવી મહિલા સાંસદોએ ચેતવણી ઉચ્ચારી છે કે તેઓ બિગેસ્ટ બોય્ઝ ક્લબમાં સામેલ થઇ રહી છે તેથી મહિલાઓ સાથે થતા ભેદભાવ અને દુરાચાર માટે પણ તૈયાર રહે. તેમનું કહેવું છે કે અમે હજુ પણ મહિલાઓ સાથે થતા ભેદભાવનો સામનો કરી રહ્યાં છીએ.