લંડનઃ જ્યારે આ પ્રકારના નિર્ણયો લેવાય ત્યારે ફ્રોડ આચરનારા વધુ બેફામ બની શકે છે. મરામતની જરૂર ન હોવા છતાં એક છત રીપેર કરનાર રૂફરે મકાન માલિકો સાથે 63,000 પાઉન્ડનું ફ્રોડ આચર્યું હતું. નોરફ્લોકના કિંગ્સ લીનના 34 વર્ષીય વેસ્લી થિઓબાલ્ડને ફ્રોડ અને ચોરીના 19 અપરાધ માટે જૂન 2024માં 3 વર્ષની કેદ ફટકારવામાં આવી હતી. નોર્વિચ ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે હવે વેસ્લી પાસે કોઇ નાણા નથી. તેથી તેને 1 પાઉન્ડ ચૂકવવાનો આદેશ અપાયો હતો.