લંડનઃ સાત દાયકા બાદ ભાઇ અને બહેનનું પ્રથમવાર મિલન થતાં બંનેના જાણે કે જીવન જ બદલાઇ ગયાં છે. 79 વર્ષીય માઇકલ હેમસને ડીએનએ ટેસ્ટ કરાવતાં જાણવા મળ્યું હતું કે, તેમની એક મોટી બહેન પણ છે. શોધના અંતે તેઓ તેમની 86 વર્ષીય બહેન જ્યુડિથ ટોમ્બલિનને મળી શક્યા હતા. તેમના પિતા રોયલ એરફોર્સના સર્વિસમેન હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પિતાના લગ્નેતર સંબંધના કારણે હેમસનનો ઇજિપ્તમાં જન્મ થયો હતો. મિડલેન્ડના એક પરિવારે દત્તક લઇ વૂલ્વરહેમ્પટનમાં તેમનો ઉછેર કર્યો હતો. જ્યુડિથ તેમના પિતાને બહુ ઓછા જાણતા હતા કારણ કે તેઓ નાના હતા ત્યારે જ તેમની માતાએ પતિનો સાથ છોડી દીધો હતો.