લંડનઃ હેરોઇન અને અન્ય ક્લાસ એ ડ્રગ્સના વેચાણમાં સંડોવાયેલા ડ્રગ ડીલર મોહમ્મદ ઝાકિર હુસેનને સ્પેપની ગ્રીન કોર્ટ દ્વારા 22 વર્ષની કેદ ફટકારવામાં આવી હતી. ઝાકિર જેલમાં ડ્રગ સપ્લાય કરવા માટે પણ ઝડપાયો હતો. 2021માં મોટાપાયે ડ્રગના સોદાઓ માટે ઝાકિર પોલીસની નજરમાં આવ્યો હતો. પોલીસે મહિનાઓ સુધી ઝાકિરના 7 મોબાઇલ ફોનમાં ખણખોતર કરીને તેના ડ્રગ રેકેટને ઉઘાડું પાડી દીધું હતું. તે હેરોઇન, કોકેન સહિતના ઘણા ડ્રગ્સ સપ્લાય કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ઝાકિરે 8 મિલિયન પાઉન્ડના 80 કિલો ડ્રગ્સનો વેપાર કર્યો હતો.