AAP ઓવરસીઝ ટીમની જાહેરાત

Tuesday 21st June 2016 14:14 EDT
 

લંડનઃ આમ આદમી પાર્ટી (AAP)ના ઓવરસીઝ ટીમ કન્વીનર્સ ડો. કુમાર વિશ્વાસ અને મિસ પ્રીતિ મેનન દ્વારા ૧૧ જૂને AAP ઓવરસીઝ ટીમની જાહેરાત કરવામાં આવી છે. યુકેમાં કન્વીનર, સેક્રેટરી, કોમ્યુનિકેશન્સ, આઉટરીચ સહિતના હોદ્દાઓ માટે ઉત્સાહી અને મહેનતુ યુવા કાર્યકરોની પસંદગી કરવામાં આવી હતી.

AAP UKના પ્રવક્તા સંદીપ બિશ્ટ (ફોન-07400490001)ના જણાવ્યા અનુસાર AAP UK દ્વારા યુકેમાં 10, The Pavement, Popes Lane, Ealing, London, W5 4NG ખાતે નવી ઓફિસનું ઉદ્ઘાટન ૨૫ જૂન, ૨૦૧૬ના રોજ બપોરે ૨.૦૦થી ૪.૦૦ દરમિયાન કરવાનું આયોજન છે.

AAP UK ની સ્થાપના નવેમ્બર ૨૦૧૨માં કરાઈ હતી, ટીમના સભ્યોએ દિલ્હી રાજ્ય અને ભારતીય લોકસભાની ચૂંટણીમાં સક્રિય ભૂમિકા પણ ભજવી હતી. AAP UK ૨૦૧૭ની પંજાબ ચૂંટણીમાં પંજાબ માટે આશાની જ્યોત પ્રગટાવવા ઈચ્છે છે.

નવા હોદ્દેદારો આ મુજબ છેઃ

નેશનલ એક્ઝિક્યુટિવ્ઝ-યુકે - હરપ્રીત સિંહ (કન્વીનર), પ્રાયસ ચૌધરી (સેક્રેટરી), સંદીપ બિશ્ટ (મીડિયા કન્વીનર), રમનપાલસિંહ ( ફંડ રેઈઝિંગ કન્વીનર), અનિલ કૌશિક (ઈવેન્ટ કન્વીનર), સંજય સૈની (સોશિયલ મીડિયા કન્વીનર), ડો. અમીત મુખરજી (આઉટરીચ કન્વીનર),

સિટી કન્વીનર્સ-યુકે- સિદ્ધાર્થ ભાસ્કર (લંડન), વિક્રમસિંહ બહાદુર (બર્મિંગહામ), રાજીવ સંગવાલ (કોવેન્ટ્રી),

AAP પ્રવાસી યુકે- ચંદ્રા ભીકુમાલા, સુખરાજ ધીલોન, અખિલ બિશ્વાસ, ડો. અવિરલ વત્સ, વેંકટા વુપ્પુલા, જસજીતસિંહ, એમ એસ ભુટ્ટર, ઈન્દ્રપાલ શેરગિલ, નીઓ પાસરિચા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter