લંડનઃ લોકડાઉનમાં મૂકાયેલા નવા પોકેટ્સમાં કોરોના વાઈરસના ઉછાળા માટે બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી એથનીક (BAME) કોમ્યુનિટી પર દોષનો ટોપલો ઓઢાડાવાથી નવો વિવાદ સર્જાયો છે. ઈદની ઉજવણી અગાઉ કોઈ પણ પૂરાવા વિના જ કાલ્ડેર વેલીના ટોરી સાંસદ ક્રેગ વ્હિટકરે દાવો કર્યો હતોઃ ‘BAME કોમ્યુનિટીઝ’ આ વાઈરસને ગંભીરતાથી લઈ રહી નથી.’ તેમની આ ટિપ્પણીથી BAME સમુદાયમાં આક્રોશનું મોજું ફરી વળ્યું છે.
કાલ્ડેર વેલીના ટોરી સાંસદ વ્હિટકરની રેસિસ્ટ કોમેન્ટ્સ સામે આકરો પ્રહાર કરતાં શાડવેલના લિબરલ ડેમોક્રેટ્સ કાઉન્સિલર રાબિના ખાને ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે,‘તેમની ટીપ્પણીઓ એકતરફી છે કારણકે તેમાં ઘણા પરિબળો સંકળાયાં છે. દરેક કોમ્યુનિટી- વ્હાઈટ અને BAMEમાં કેટલાક લોકો એવા હશે જ જેઓ સોશિયલ ડિસ્ટન્સિંગની સરકારી ગાઈડલાઈન્સનું પાલન કરતા ન હોય. તમારે બોર્નમાઉથ બીચ, પબ્લિક પાર્ક્સ તેમજ અન્ય સ્થળોએ તાજેતરમાં એકત્ર થયેલી ભીડ પર પણ નજર નાખવાની જરુર છે. આ રાષ્ટ્રીય મુદ્દો છે માત્ર BAME સંબંધિત મુદ્દો નથી. ડોમિનિક કમિંગ્સ સાથે સંકળાયેલો વિવાદ, તેમના ઘરની બહાર વ્હાઈટ જર્નાલિસ્ટ્સ અને ફોટોગ્રાફર્સની ભીડ, જેમાંથી કેટલાકે માસ્ક્ પહેર્યા ન હતા, તેને પણ ધ્યાનમાં લેવો જોઈએ.
જોકે, વ્હિટકર આ બધી ઘટનાઓને નજરઅંદાજ કરે છે. દોષારોપણની રમત જોખમી છે કારણકે તે ભેદભાવને પ્રોત્સાહન આપે છે.’
લેસ્ટર ઈસ્ટના લેબર સાંસદ ક્લોડિયા વેબે સરકાર દ્વારા કોમ્યુનિટીના વિભાજનના ઉશ્કેરણીજનક પ્રયાસને પડકારતાં કહ્યું હતું કે આપણે બધાએ લોકડાઉન દરમિયાન ભારે તણાવ હેઠળ રહેલી અને ઘણા બલિદાનો આપનારી આપણી કોમ્યુનિટીઝનું વિભાજન કરવાના પ્રયાસોનો સામનો કરવો કરવો જોઈએ. જ્યારે લોકો નીચેની તરફ પંચ મારે છે ત્યારે સત્તાશાળી અને જવાબદાર હોય તેમને છોડી દેછે. કટોકટીના લોકડાઉનમાં વિલંબ, સાધનોની અછત, કેર હોમ્સ બેદરકારી, ટેસ્ટિંગમાં વિલંબ, અપૂરતો ડેટા અને ઘણી બધી બાબતોમાં સરકાર આપણી કોમ્યુનિટીઝના રક્ષણમાં નિષ્ફળ ગઈ છે.’
એશિયનો અને ઈમિગ્રન્ટ્સ લોકડાઉનના નિયમો પાળતા ન હોવાના આક્ષેપો અંગે ક્વીન એલિઝાબેથ હોસ્પિટલ (QEH) બર્મિંગહામમાં કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ ડો. અદનાન શરીફે ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે,‘આ કોઈ સહાયકારી નિવેદનો નથી અને ચોક્કસ માહિતી વિના દોષારોપણ થતાં રહે છે. એક બાબત છે કે બર્મિંગહામમાં BAME કોમ્યુનિટીમાંથી આવતા કોરોના વાઈરસના મોટા પ્રમાણમાં કેસીસ જોવાં મળ્યા હતા. એ વાત સાચી છે કે ચોક્કસ વંશીય જૂથોને કોવિડ-૧૯ના તીવ્ર સંક્રમણનું જોખમ રહે છે. BAME કોમ્યુનિટીના લોકોને ઈન્ટેન્સિવ કેર યુનિટ્સમાં દાખલ કરવા પડે અને તેમના અપ્રમાણસર મોત થાય તેની શક્યતા પણ વધુ રહે છે. પરંતુ, તેમના આ મોત પાછળ સોશિયો-ઈકોનોમિક લાઈફ સ્ટાઈલ પેટર્ન અને અગાઉની આરોગ્ય સમસ્યા સહિતના અન્ય કારણો રહેલા છે. BAME કોમ્યુનિટીઝના કેટલાક લોકો લોકડાઉન નિયમોનું બરાબર પાલન નહિ કરતા હોય પરંતુ, આ તો તમામ વંશીય જૂથો માટે સાચું છે. થોડા સમય અગાઉ સારી આબોહવામાં સાઉથ ઈંગ્લેન્ડના તમામ બીચ પર ભારે બીડ હતી. તસવીરો દર્શાવે છે કે આ ભીડ વ્હાઈટ કોમ્યુનિટીના બહુમતી લોકોની હતી. નિયમોનું પાલન કરનારી બહુમતી અને નહિ કરનારી લઘુમતી પ્રજા હોય છે પરંતુ, કોઈ વંશીય જૂથને લક્ષ્ય બનાવવા કે દોષિત ઠરાવવા યોગ્ય નથી.’
જોકે, વ્હિટકર આ બધી ઘટનાઓને નજરઅંદાજ કરે છે. દોષારોપણની રમત જોખમી છે કારણકે તે ભેદભાવને પ્રોત્સાહન આપે છે.’ લેસ્ટર ઈસ્ટના લેબર સાંસદ ક્લોડિયા વેબે સરકાર દ્વારા કોમ્યુનિટીના વિભાજનના ઉશ્કેરણીજનક પ્રયાસને પડકારતાં કહ્યું હતું કે આપણે બધાએ લોકડાઉન દરમિયાન ભારે તણાવ હેઠળ રહેલી અને ઘણા બલિદાનો આપનારી આપણી કોમ્યુનિટીઝનું વિભાજન કરવાના પ્રયાસોનો સામનો કરવો કરવો જોઈએ. જ્યારે લોકો નીચેની તરફ પંચ મારે છે ત્યારે સત્તાશાળી અને જવાબદાર હોય તેમને છોડી દેછે. કટોકટીના લોકડાઉનમાં વિલંબ, સાધનોની અછત, કેર હોમ્સ બેદરકારી, ટેસ્ટિંગમાં વિલંબ, અપૂરતો ડેટા અને ઘણી બધી બાબતોમાં સરકાર આપણી કોમ્યુનિટીઝના રક્ષણમાં નિષ્ફળ
ગઈ છે.’
એશિયનો અને ઈમિગ્રન્ટ્સ લોકડાઉનના નિયમો પાળતા ન હોવાના આક્ષેપો અંગે ક્વીન એલિઝાબેથ હોસ્પિટલ (QEH) બર્મિંગહામમાં કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ ડો. અદનાન શરીફે ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે,‘આ કોઈ સહાયકારી નિવેદનો નથી અને ચોક્કસ માહિતી વિના દોષારોપણ થતાં રહે છે. એક બાબત છે કે બર્મિંગહામમાં BAME કોમ્યુનિટીમાંથી આવતા કોરોના વાઈરસના મોટા પ્રમાણમાં કેસીસ જોવાં મળ્યા હતા. એ વાત સાચી છે કે ચોક્કસ વંશીય જૂથોને કોવિડ-૧૯ના તીવ્ર સંક્રમણનું જોખમ રહે છે. BAME કોમ્યુનિટીના લોકોને ઈન્ટેન્સિવ કેર યુનિટ્સમાં દાખલ કરવા પડે અને તેમના અપ્રમાણસર મોત થાય તેની શક્યતા પણ વધુ રહે છે. પરંતુ, તેમના આ મોત પાછળ સોશિયો-ઈકોનોમિક લાઈફ સ્ટાઈલ પેટર્ન અને અગાઉની આરોગ્ય સમસ્યા સહિતના અન્ય કારણો રહેલા છે. BAME કોમ્યુનિટીઝના કેટલાક લોકો લોકડાઉન નિયમોનું બરાબર પાલન નહિ કરતા હોય પરંતુ, આ તો તમામ વંશીય જૂથો માટે સાચું છે. થોડા સમય અગાઉ સારી આબોહવામાં સાઉથ ઈંગ્લેન્ડના તમામ બીચ પર ભારે બીડ હતી. તસવીરો દર્શાવે છે કે આ ભીડ વ્હાઈટ કોમ્યુનિટીના બહુમતી લોકોની હતી. નિયમોનું પાલન કરનારી બહુમતી અને નહિ કરનારી લઘુમતી પ્રજા હોય છે પરંતુ, કોઈ વંશીય જૂથને લક્ષ્ય બનાવવા કે દોષિત ઠરાવવા યોગ્ય નથી.’
• પુરિકો લિમિટેડના ચેરમેન અનિલ પૂરીએ જણાવ્યું છે કે, ‘દેશના અન્ય વિસ્તારો કરતાં ખરાબ હાલત ધરાવતા કેટલાંક પોકેટ્સ જોવામાં આવ્યા છે જે અંશતઃ ધાર્મિક કારણોસરના છે જ્યાં, ધાર્મિક પ્રસંગોએ એકત્ર થતાં લોકો વાઈરસને ફેલાવવામાં મદદ કરે છે તેમ મારું માનવું છે. ચોક્કસ પોકેટ્સના લોકો કોઈનું સાંભળતા નથી. હું આશા રાખું કે લોકો બરાબર સાંભળે અને ગાઈડલાઈન્સનો અમલ કરશે સારું જ થશે.’
• યુનિવર્સિટી ઓફ લીડ્ઝની સ્કૂલ ઓફ લો IRLCTમાં મેનેજિંગ એડિટર અને BILETAના ચેર ડો. શુભાજિત બાસુને લાગે છે કે બ્રિટનમાં BAME કોમ્યુનિટીઝ ઈરાદાપૂર્વક નિયમોનો ભંગ કરે છે તેવા વૃતાંતો જોખમી, ગેરમાર્ગે દોરનારા અને વખોડવાને પાત્ર છે. ડો. બાસુએ ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે, ‘કેટલાક લોકો માટે રેસ અને ઈમિગ્રેશનની આસપાસ ઉશ્કેરણી ઉભી કરવાની બાબત બની જાય છે. દેશની કોઈ પણ સમસ્યા માટે ઈમિગ્રન્ટ્સના માથે દોષ લગાવી દો. ઓનલાઈન ઝેર ઓકાય છે અને BAME કોમ્યુનિટીને રેસિઝમનો સામનો કરવો પડે છે. વર્ષોથી ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધના વલણો ખરાબ થતાં જાય છે. જોકે, તાજેતરના વર્ષોમાં બ્રિટનમાં મુસ્લિમવિરોધી લાગણીઓ વધી છે અને કેટલાક ગેરમાર્ગે દોરાયેલા સાંસદોની ટીપ્પણીઓ પ્રવર્તમાન રંગભેદી અને ધાર્મિક પૂર્વગ્રહોને ઉત્તેજન આપે છે. રાજકીય વર્તુળોમાં ઈસ્લામોફોબિયા વિશે મને ચિંતા છે. એકત્ર થયેલા લોકોના રેસિયલ પ્રોફાઈલને ધ્યાનમાં લીધા વિના મોટા પાયા પરની ભીડ વાઈરસના સંક્રમણ માટે હોટસ્પોટ જ ગણાય.’
• યુકેમાં સ્થાયી થયેલા ભારતીય ઘનશ્યામ નાબારે ઈદ અગાઉ કેટલાક સાંસદો દ્વારા ઈસ્લામોફોબિક કોમેન્ટ્સની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘કોવિડ-૧૯ની અસર તમામે અનુભવી છે અને લોકો નાહિંમત બન્યા છે. ઈદ જેવા ફેસ્ટિવલો કોમ્યુનિટી સ્પિરિટ, ઉજવણીના મિજાજ અને લોકો સાથે જોડાયેલા હોવાની લાગણીને પાછા લાવે છે. લોકોએ અને ખાસ કરીને બાળકો અને વડીલોએ ડિજિટલ રીતે પણ આ સુંદર તહેવારને માણ્યો હશે. આ કપરા કાળમાં આપણે કેવી રીતે અને શું કોમ્યુનિકેટ કરે છીએ તેના વિશે સંવેદનશીલ બનીએ તે યોગ્ય ગણાશે. માયાળુ અને વિચારપૂર્વકના શબ્દોની જ જરુર છે. રંગભેદી ટીપ્પણીઓ અને ચોક્કસ વર્ગ પર દોષારોપણથી આ પ્રેરણાદાયી કોમ્યુનિટીઓની લાગણી ઘવાશે અને ભાવિ પેઢીને પણ તેની અસર થશે અને તેઓ પોતાના વિકલ્પો વિશે વિચારવા મજબૂર બનશે.’
• BAME કોમ્યુનિટીના અનામ રહેવા ઈચ્છતા મુસ્લિમ સભ્યે ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે, ‘ભોજનમાં મિત્રો અને પરિવારના સાથ, હાસ્ય, બાળકોની રમતો અને લોકોના ઘરની મુલાકાતો લીધા વિના જ ઈદનો તહેવાર ઉજવ્યો છે. જોકે, હું માનું છું કે અશક્તોને સિરક્ષિત રાખવા સાવચેતી જરુરી છે. યુકે અને વિશ્વના અન્ય દેશોમાં ઈસ્લામોફોબિયા પ્રવર્તે છે તે સાચી હકીકત છે કમનસીબે, આપણા નેતાઓ જ આવા તિરસ્કાર અને ભેદભાવને આગળ વધારે છે અને પૂર્વગ્રહિત અને વંકાયેલી સ્ટોરીનો માર્ગ ઉભો કરે છે. તમામ પ્રકારના લોકોની નાની ટકાવારીથી સમસ્યા સર્જાઈ હોવાનું સ્પષ્ટ છે ત્યારે ચોક્કસ કોમ્યુનિટીને અલગ તારવી તેના પર દોષ ઠાલવવો સંપૂર્ણ અસ્વીકાર્ય અને અયોગ્ય છે. જોકે, એશિયનો સહિત કેટલાક લોકો ગાઈડલાઈન્સ અને નિયમોનું પાલન કરતા ન હોવા બાબતે હું સરકાર સાથે સંમત છું. માત્ર એશિયન નહિ, અન્ય કોમ્યુનિટીના લોકોમાં પણ ગાઈડલાઈન્સ પ્રત્યે બેદરકારી જોવા મળે છે.’
• યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરમાં મોડર્ન ઈન્ડિયન હિસ્ટરીના પ્રોફેસર અનિન્દિતા ઘોષ કહે છે કે ગરીબી અને નબળા આરોગ્યની મોટી ભૂમિકા હોય ત્યારે આપણા સમાજ અને સંસ્થાઓમાં સ્ટ્રક્ચરલ રેસિઝમ જેવા ચાવીરુપ મુદ્દાઓ પ્રત્યે મૌન જોવા મળે છે. પ્રોફેસર ઘોષે ઈસ્લામોફોબિયા અને ભાષા સંબંધિત અફવાઓ વિશે પણ ઈશારો કર્યો હતો. તેમણે સાઉથ એશિયન કોમ્યુનિટીઓમાં સંક્રમણ અને મૃત્યુના ઊંચા દર બાબતે નિષ્ણાતોએ દર્શાવેલા ગરીબી, નબળા આરોગ્ય, નબળા હાઉસિંગ, આરોગ્યની અસમાનતા, ફ્રન્ટલાઈન નોકરીઓ અને બહોળા પરિવાર સહિતના પરિબળો વિશે વિચારવા પણ કહ્યું હતું. તેમણે લોકડાઉન લાદવાની પદ્ધતિ અને મેસેજીસના સમય, જિયોગ્રાફી બાબતે સહાનુભૂતિના અભાવનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. બીજી તરફ, વડા પ્રધાન બોરિસ જ્હોન્સને તેમના સાંસદ વ્હિટકરની ટીપ્પણીઓની ટીકા કરવાનો ઈનકાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે, ‘સાથે મળીને આ બધુ બરાબર અને સમયસર થાય તે સમગ્ર દેશના હાથમાં છે.’ તેમણે કોમ્યુનિટીઝમાં કોરોના વાઈરસ બાબતે યોગ્ય માહિતી પૂરી પાડવા બદલ તમામ ધર્મનેતાઓ અને ખાસ કરીને ઈમામો અને મસ્જિદોનો આભાર માન્યો હતો.
જોકે, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ, કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટના પ્રવક્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘સરકાર એ બાબતે સ્પષ્ટ છે કે કોવિડ-૧૯ના ફેલાવા માટે કોઈ એક કોમ્યુનિટી જવાબદાર નથી અને લોકલ લોકડાઉન્સ લાદવાના નિર્ણયો વૈજ્ઞાનિક પૂરાવાના આધારે વાઈરસના સંક્રમણને ફેલાતું અટકાવવા લેવાય છે. ‘આ સમયગાળામાં દેશભરમાં બ્રિટિશ મુસ્લિમ વોલન્ટીઅર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ, સારા મિત્રો અને પડોશીઓ તરીકે મદદ કરવા આગળ આવ્યા જ છે. આ ઈદનો સમય તમામ લોકો સલામત રહે તેની ચોકસાઈ સાથે આ પ્રયાસોનું ચિંતન અને ઉજવણી કરવાનો છે’ તેમ પ્રવક્તાએ કહ્યું હતું.