BAPS ચેરીટીઝ યુકે દ્વારા નેપાળ ભુકંપ રાહત ફંડમાં £૬૫,૦૦૦ની સખાવત કરાઇ

Tuesday 01st March 2016 13:11 EST
 
 

નેપાળમાં ગત વર્ષે તા. ૨૫-૪-૧૬ના રોજ આવેલા વિનાશક ધરતીકંપ બાદ બોચાસણવાસી અક્ષરપુરોષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) યુકે દ્વારા વિશ્વસ્તરે કુદરતી આફતોનો ભોગ બનેલા લોકોને સહાયરૂપ થવા ફંડ એકત્ર કરવા અપીલ કરાઇ હતી. જેના ફળ સ્વરૂપે એકત્ર થયેલ ફંડમાંથી BAPS ચેરીટીઝ યુકે દ્વારા ગત તા. ૨૯-૮-૧૫ના રોજ નેપાળના બ્રિટન સ્થિત રાજદુત શ્રી તેજ બહાદુર છેત્રીને £ ૨૫,૦૦૦નો ચેક એનાયત કરાયો હતો. જ્યારે તા. ૨૭-૨-૧૬ના રોજ BAPS ચેરીટીઝ યુકેના ટ્રસ્ટી અને ગોલ્ડન ટુર્સના સંચાલક શ્રી નીતિનભાઇ પલાણ દ્વારા યુનિસેફના યુકે સ્થિત ટ્રસ્ટી શ્રી સુરિન્દર શર્માને £૪૦,૦૦૦નો ચેક એનાયત કરાયો હતો.

આ ચેરીટી અપીલના ભાગરૂપે BAPS ચેરીટીઝ અમેરિકા દ્વારા કુલ US $૧૩૫,૦૦૦, BAPS ચેરીટીઝ કેનેડા દ્વારા કેનેડીયન $૩૦,૦૦૦ અને BAPS ચેરીટીઝ સાઉથ આફ્રિકા દ્વારા ૨૦,૦૦૦ રેન્ડ એકત્ર કરાયા હતા અને નેપાળના ભુકંપ અસરગ્રસ્તો માટે તે રકમ આપવામાં આવી હતી.

નેપાલના બ્રિટન સ્થિત રાજદૂત શ્રી છેત્રીએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે 'નેપાળના લોકો અને સરકાર વતી નેપાળના લોકોના પુનર્વસન અને પુન:નિર્માણ માટે મદદ કરનાર BAPS ચેરીટીઝનો હું આભાર વ્યક્ત કરૂ છું.

જ્યારે યુનિસેફના શ્રી સુરિન્દર શર્માએ જણાવ્યું હતું કે "આ ફંડની રકમ નેપાળના ખૂબ જ અસર પામેલા ૧૩ વિસ્તારના ૪૦ તંબુઅોમાં ભણતા ૪,૦૦૦ બાળકોની શાળાઅોના નિર્માણ માટે વાપરવામાં આવશે. આ ઉપરાંત ૨૯૫ મોબાઇલ સ્કૂલની રચના માટે આ ફંડ વાપરવામાં આવશે જેનો લાભ ૧૧,૮૦૦ વિદ્યાર્થીઅોને મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter