TfL દ્વારા હાથ ધરાયેલાં સુધારાનાં ભાગરુપે ગ્રાહકોએ ઓયસ્ટર બેલેન્સ ટોપ-અપ કરવામાં સમય બગાડવો નહિ પડે કારણ કે ભાડું હવે સીધું જ પેમેન્ટ કાર્ડમાંથી ચાર્જ કરી લેવાશે. કોન્ટેક્ટલેસ કાર્ડમાં ડેબિટ, ક્રેડિટ, ચાર્જ અથવા પ્રી-પેઈડ કાર્ડનો સમાવેશ થાય છે. પિન અથવા સહીની પણ જરુર નહિ પડે અને કાર્ડનો સ્પર્શ માત્ર રીડર પર કરાવવાનો રહેશે. આ ટેકનોલોજી હવે સામાન્ય બની રહી છે, અડધાથી વધુ લંડનવાસીઓ કોન્ટેક્ટલેસ કાર્ડનો ઉપયોગ કરે છે. જોકે, આ વ્યવસ્થાની સાથે ઓયસ્ટર પેમેન્ટ પણ ચાલુ રખાશે.
• બેનિફિટ્સ દાવેદારોનાં એટિટ્યૂડ ટેસ્ટઃ બેનિફિટ્સના દાવેદારોએ હવે તેમની મનોવૃત્તિ પરીક્ષણોમાંથી પસાર થવું પડશે. દાવેદારોએ તેઓ માનસિક રીતે કામ કરવાનું વલણ ધરાવે છે કે કેમ તેના ઈન્ટર્વ્યુ આપવાના રહેશે. એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર એસ્થર મેકવેએ જાહેરાત કરી હતી કે બેરોજગાર લોકોનાં એટિટ્યૂડ પ્રોફાઈલિંગ કરવામાં આવશે, જેનાથી તેઓ કામ કરવા ‘મક્કમતા’, મૂંઝવણ’ અથવા ‘નિરાશા’ અનુભવે છે તેની જાણકારી મળશે. કામ કરવા બાબતે ઓછી માનસિક તૈયારી ધરાવતાં લોકોને જોબ સેન્ટર ખાતે સઘન પ્રશિક્ષણ આપવામાં આવશે. જ્યારે ગ્રેજ્યુએટ્સ અથવા તાજેતરમાં છટણી કરાઈ હોય તેવાં નોકરી માટે આશાવાદી લોકોને ઓછી કડક પદ્ધતિ હેઠળ મૂકાશે.