લંડનઃ સારા શરિફનો પિતા એક દાયકાથી તેના પર અત્યાચાર ગુજારી રહ્યો હતો તેમ છતાં સારાની કસ્ટડી તેના પિતા અને સાવકી માતાને સોંપી દેનારી જજનું નામ જાહેર કરાયું છે. એચએમ કોર્ટ્સ એન્ડ ટ્રિબ્યૂનલ સર્વિસના બોર્ડ મેમ્બર એવા જજ એલિસન રિસાઇડે સારા શરિફની કેર પ્રોસિડિંગની સુનાવણી કરી હતી. સારાની કસ્ટડી તેના પિતાને કોણે સોંપી તેની ઓળખ કરવા માટે મીડિયાની અપીલને પગલે દેશના બીજા ક્રમના સીનિયર જજ સર જ્યોફરી વોસે ગયા સપ્તાહમાં જજની ઓળખ જાહેર કરવા આદેશ આપ્યો હતો. સારાના કિસ્સામાં ભુમિકા ભજવનાર અન્ય બે જજ પીટર નાથાન અને સેલી વિલિયમ્સના નામ પણ જાહેર થઇ શકે છે.