લંડનઃ ૧૬મા વાર્ષિક એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ માટે નોમિનેશન્સની જાહેરાત કરી દેવાઈ છે. નોમિનેટ કરાયેલા વ્યક્તિત્વોમાં સ્ટેન્ડ અપ કોમેડિયન રોમેશ રંગનાથન, નેશનલ કરાટે ચેમ્પિયન માયરા નસિમ, બ્રિટિશ આર્મીના કેપ્ટન નાવીદ મુહમ્મદ MBE, ચેરિટી સંસ્થા ખાલસા એઈડ, બેરિસ્ટર જો સિધુ QC, એન્ટ્રેપ્રીન્યોર સેલ્વા પંકજ-રીજેન્ટ ગ્રૂપ, પ્રોવિડન્ટ ફાઈનાન્સિઅલ PLCના મનજિત વોલ્સટેનહોલ્મ અને ડાઈવર્સિટી ટ્રાવેલના ઈન્ટરનેશનલ એક્ઝિક્યુટિવ ચેરમેન હરિશ સોઢાનો સમાવેશ થાય છે.
ABPL ગ્રૂપના પ્રકાશક/તંત્રી સી.બી. પટેલે જણાવ્યું હતું કે,‘એશિયન એચિવર્સ એવોર્ડ્ઝનું મિશન દ્વિપાંખી એટલે કે એશિયન કોમ્યુનિટીમાં સાચા ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનારાને ઓળખવા અને તેમની કદર કરવાનું છે. હું એક હકીકતથી બરાબક વાકેફ છું કે કોમ્યુનિટી આ એવોર્ડ્ઝને ઝાઝેરા માનની નજરે નિહાળે છે તે બાબત એશિયન કોમ્યુનિટીના તમામ વર્ગોમાંથી નોમિનેશન પ્રક્રિયાને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડે છે અને ABPL ગ્રૂપ દ્વારા માનવંતા નિર્ણાયકોને ગુણવત્તા અને માત્ર ગુણવત્તાને જ નજરમાં રાખવાનો અબાધિત અધિકાર અપાયો છે તેમાંથી ઉદ્ભવી થાય છે. એવોર્ડ્ઝની સફળતાના પાયામાં આ બે સ્તંભ રહ્યાં છે અને પરિણામે તેને ‘પીપલ્સ એવોર્ડ્ઝ’ તરીકેનો સ્નેહ અને લોકપ્રિયતા સાંપડ્યા છે. આ વર્ષે અમને એટલી વિક્રમી સંખ્યામાં નોમિનેશન્સ પ્રાપ્ત થયાં છે કે હું ભારે અચંબો અનુભવું છું. આ સાથે જ સિતારાઓની આકાશગંગામાંથી સૌથી શ્રેષ્ઠની પસંદગી કરવામાં નિર્ણાયકગણને જે પડકારપૂર્ણ પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હશે તેના પ્રત્યે પણ મને માન થાય છે.’
લંડનની ગ્રોવનર હાઉસ હોટેલમાં ૧૬મી સપ્ટેમ્બરે દબદબા સાથે આયોજિત એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ સમગ્ર પશ્ચાદભૂ અને વ્યવસાયોના વિશાળ ફલકમાંથી સાઉથ એશિયન વ્યક્તિઓના ઉત્કૃષ્ટ કાર્યસિદ્ધિઓની ઉજવણી કરશે. એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ માટે આ વર્ષનો કેન્દ્રરુપ વિષય ‘પ્રોફેશનલ ઓફ ધ યર’ છે, જેમાં પ્રોફેશન્સમાં નોંધપાત્ર સિદ્ધિ અને/ અથવા કોમ્યુનિટીને પ્રદાન મહત્ત્વપૂર્ણ છે.
એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ લોન્ચ કરાયા પછી તેના દ્વારા વિવિધ ચેરિટી સંસ્થાઓ માટે લાખો પાઉન્ડના એકત્રીકરણમાં મદદ કરાઈ છે અને આ વર્ષે પસંદગી કરાયેલી પાર્ટનર ચેરિટી સંસ્થા ઈન્ડિયન ઓશન ડિઝાસ્ટર રીલિફ (IODR) છે. IODR ના લક્ષ્યમાં માનવ તસ્કરીના જોખમ વિશે જાગૃતિ કેળવવી, માનવ તસ્કરીનો શિકાર બનેલી છોકરીઓના બચાવ અને પુનર્વસનમાં મદદ કરવી તેમજ આ અપરાધને પ્રકાશમાં લાવવા અને જરુર જણાય ત્યાં હસ્તક્ષેપ કરવા માટે ભંડોળ એકત્ર કરવા સ્પોર્ટ્સ તથા અન્ય ક્ષેત્રોની મહાન પર્સનાલિટીઓની મદદ લેવાના કાર્યનો સમાવેશ થાય છે. મીડિયા પાર્ટનર્સ તરીકે સનરાઈઝ રેડિઓ અને કલર ટીવીનો સાથ મેળવવા બદલ પણ એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ ગૌરવ અનુભવે છે.
એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ ૨૦૧૬ના નોમિનિઝ
બિઝનેસ પર્સન ઓફ ધ યર
ડો. નિકેશ કોટેચા- ડિરેક્ટર, મોર્નિંગસાઈડ ફાર્માસ્યુટિકલ
રાકેશ શર્મા- ચીફ એક્ઝિક્યુટિવ, અલ્ટ્રા ઈલેક્ટ્રોનિક્સ
હરિશ સોઢા- એક્ઝિક્યુટિવ ચેરમેન, ડાઈવર્સિટી ટ્રાવેલ
અર્જુન વાને- ચેરમેન, રોબાટા રેસ્ટોરાંઝ લિમિટેડ
એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર
રેશમા સોહોની- પાર્ટનર અને સહસ્થાપક, સીડકેમ્પ
સમીર દેસાઈ CBE- સહસ્થાપક અને ડિરેક્ટર, ફન્ડિંગ સર્કલ
હરનૂપસિંહ અટકાર- સીઈઓ, ઓકલેન્ડ પ્રાઈમકેર
સેલ્વા પંકજ- સીઈઓ, રીજેન્ટ ગ્રૂપ
સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર
હાર્લીન કૌર- માર્શલ આર્ટ્સ
દાનયાલ સ્પાલ્ડિંગ-ગોલ્ફર
રાયન રઘુ- પેરાલિમ્પિક લોંગ-જમ્પર
માયરા નસિમ- નેશનલ કરાટે ચેમ્પિયન
યુનિફોર્મ્ડ એન્ડ સિવિલ સર્વિસીસ
મેબ્સ હુસૈન- ચીફ સુપ્રિટેન્ડન્ટ ડિસ્ટ્રિક્ટ કમાન્ડર, વેસ્ટ યોર્કશાયર પોલીસ
PC કર્મજિત રેખી MBE- ફેઈથ ઓફિસર, મેટ્રોપોલીટન પોલીસ સર્વિસ
કેપ્ટન નાવીદ મુહમ્મદ MBE- ચેર ઓફ આર્મ્ડ ફોર્સીસ મુસ્લિમ એસોસિયેશન (AFMA)
લેફ.કર્નલ બિલાલ મુહમ્મદ સિદ્દિક- એડ્જુટન્ટ જનરલ્સ કોર્પ્સ
મીડિયા, આર્ટ્સ એન્ડ કલ્ચર
જાનન ગણેશ- પોલિટિકલ કોલમિસ્ટ, ધ ફાઈનાન્સિઅલ ટાઈમ્સ
રોમેશ રંગનાથન- બ્રિટિશ સ્ટેન્ડ-અપ કોમેડિયન
ઈર્વિન ઈકબાલ- એક્ટર
ધ સિંહ ટ્વિન્સ રબિન્દ્ર અને અમૃત કૌર સિંહ- કન્ટેમપરરી બ્રિટિશ આર્ટિસ્ટ્સ
વુમન ઓફ ધ યર
જોયસી જ્હોન- Ada, નેશનલ કોલેજ ફોર ડિજિટલ સ્કિલ્સ
મનજિત કે ગિલ- બિન્તી ઈન્ટરનેશલ
રુપલ કંટારીઆ- ઓલિવર વાયમન
મનજિત વોલ્સટેનહોલ્મ- પ્રોવિડન્ટ ફાઈનાન્સિઅલ PLC
એચિવમેન્ટ ઈન કોમ્યુનિટી સર્વિસ
પ્રોફેસર મીના ઉપાધ્યાય OBE- કાર્ડિફ યુનિવર્સિટીમાં મેડિકલ જીનેટિસિસ્ટ
ખાલસા એઈડ- આફતની સ્થિતિઓમાં અસરગ્રસ્તોની મદદ કરતી આંતરરાષ્ટ્રીય રાહતકાર્ય સંસ્થા
ઝલાખા અહમદ MBE- અપના હકના સ્થાપક અને મેનેજર
પ્રેમ ગોયેલ OBE- સીઈઓ, ગ્લોબલ માર્કેટિંગ કન્સલ્ટન્ટ્સ
પ્રોફેશનલ ઓફ ધ યર
ચિત્રા ભરુચા MBE- ડિરેક્ટર, ફિટ બાયોટેક
લીના નાયર- ચીફ HR ઓફિસર ,યુનિલિવર
નીના ભાટિઆ- મેનેજિંગ ડિરેક્ટર, બ્રિટિશ ગેસ કનેક્ટેડ હોમ્સ
જો સિધુ QC- બેરિસ્ટર, સોસાયટી ઓફ એશિયન લોયર્સના પ્રેસિડેન્ટ, બેન્ચર ઓફ લિંકન્સ ઈન
વધુ માહિતી મેળવવા www.asianachieversawards.com વેબસાઈટની મુલાકાત લેવા વિનંતી.