લંડનઃ લેબર પાર્ટીની ટિકિટ પર ચૂંટાઇ આવેલા સીમા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, આપણા દેશ માટે આ ઐતિહાસિક ચૂંટણી પરિણામ છે. બદલાવ માટે, રાષ્ટ્રીય ફેરબદલ માટે અને જનતાની સેવાના રાજકારણ માટેનું આ નિર્ણાયક મતદાન હતું.
તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે અમારું પ્રચાર અભિયાન ભવિષ્યના હકારાત્મક વિઝન સાથે હતું જેથી વિભાજિત કલ્ચર સંઘર્ષનો અંત લાવી સમુદાયોને એકજૂથ કરી શકાય. મને ગૌરવ છે કે આ વખતે સૌથી વૈવિધ્યતાપૂર્ણ સંસદની રચના થઇ છે. તેમાં 18 ભારતીય મૂળના લેબર સાંસદ, 11 પાકિસ્તાની મૂળના લેબર સાંસદ અને 4 બાંગ્લાદેશી મૂળના લેબર સાંસદ ચૂંટાઇ આવ્યા છે. આ વખતે કુલ 264 મહિલા સાંસદ ચૂંટાઇ આવી છે. અમે દરેક સમુદાયના દરેક વ્યક્તિ માટે સંપત્તિ સર્જનના ઉદ્દેશ્યથી બ્રિટનનું પુનઃનિર્માણ કરીશું. એનએચએસ ભવિષ્ય માટે પગ પર ઊભી થશે. સરહદો સુરક્ષિત હશે, સડકો પર અપરાધ નહીં થાય. દરેકની સાથે ગૌરવપૂર્ણ વ્યવહાર કરાશે.
18 ભારતીય મૂળના લેબર સાંસદ
11 પાકિસ્તાની મૂળના લેબર સાંસદ
04 બાંગ્લાદેશી મૂળના લેબર સાંસદ