આ વર્ષે મકાનોની કિંમતમાં ૭.૮ ટકાનો વધારો જોવાં મળશે, પરંતુ પ્રોપર્ટીની આસમાને જતી કિંમતો માટે ૨૦૧૫નું વર્ષ નાટ્યાત્મક વળાંક સાબિત થશે. જો ભાવમાં ૦.૮ ટકાનો નજીવો ઘટાડો થાય તો પણ સરેરાશ મકાનની કિંમતમાં સરેરાશ ૨,૧૭૫ પાઉન્ડ ઘટશે. યુકેમાં ઘણાં વિસ્તારોમાં નવા ખરીદારોની પૂછપરછ ઘટી છે અને પ્રોપર્ટી લાંબો સમય વેચાયા વિનાની રહેવાના પરિણામે ભાવ ઘટવાનાં ચિહ્નો જણાય છે. યુકેના અતિ ખર્ચાળ લંડન જેવાં વિસ્તારોમાં પણ કિંમતો પોસાવાની બાબત સમસ્યા બની છે અને ખરીદારો આસમાને ગયેલી કિંમતો અંગે નિરાશા વ્યક્ત કરી રહ્યાં છે.