યુનિવર્સિટી ઓફ બર્મિંગહામના સંશોધકોએ ૧૦૦ વ્યક્તિનો અભ્યાસ કર્યો હતો, જેમાંથી અડધાની વય ૬૫ વર્ષથી વધુ અને બાકી ૧૮-૪૫ વયજૂથના હતાં. દરેક જૂથમાં અડધાએ તાજેતરમાં નિકટની વ્યક્તિનો વિયોગ સહન કર્યો હતો. સંશોધનમાં જણાયું કે આમાંથી માત્ર વૃદ્ધોમાં હોર્મોન્સની સમતુલા ખોરવાઈ હતી. યુવા લોકોમાં રોગ-પ્રતિકાર શક્તિ મજબૂત હોય છે, પણ વય વધવા સાથે તે ઘટે છે.
‘ઈમ્યુનિટી એન્ડ એજિંગ’ જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસના તારણો દીર્ધકાળથી લગ્નબંધને જોડાયેલાં દંપતીમાં એક સાથીના મોતના થોડાં જ સમયમાં અન્ય સાથીનું પણ મોત થવાની અસાધારણ ઘટના પાછળનું રહસ્ય સમજાવે છે. આ તારણો બાદ હવે વૃદ્ધ લોકોને ભારે આઘાત લાગે તો તેવા સંજોગોમાં હોર્મોન્સ સપ્લીમેન્ટ્સ પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે તેવી શક્યતા છે.