લંડનઃ દક્ષિણ આયર્લેન્ડમાં કાર ઝાડ સાથે ટકરાતાં બે ભારતીય વિદ્યાર્થીના મોત થયાં હતાં અને અન્ય બેને ગંભીર ઇજા પહોંચી હતી. કાઉન્ટી કાર્લોમાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ચેરિકુરી સુરેશ ચૌધરી અને ચિથૂરી ભાર્ગવને મૃત જાહેર કરાયાં હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર આ વિદ્યાર્થીઓ કાળા રંગની ઓડી કારમાં મુસાફરી કરી રહ્યાં હતાં ત્યારે તેમની કાર સડક પરથી ઉથલીને ઝાડ સાથે ટકરાઇ હતી. આ ચારેય ભારતીય વિદ્યાર્થી કાર્લો ટાઉનમાં રહેતા હતા.
બે ઇજાગ્રસ્ત ભારતીય વિદ્યાર્થીઓને કિલ્કેનીમાં સેન્ટ લૂક જનરલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. આ વિદ્યાર્થીઓ સાર્લોમાં સાઉથ ઇસ્ટ ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા.