આયુષ્માન ખુરાનાએ પોતાની ફિલ્મની કારકિર્દીમાં નોખા-અનોખા વિષયો પરની ફિલ્મોમાં કામ કર્યું છે. આયુષ્યમાન મોટા ભાગે એવી ફિલ્મોમાં કામ કરવાનું પસંદ કરે છે, જેમાં અન્ય અભિનેતાઓ કામ કરવા તૈયાર થતા હોતા નથી. તેમ છતાં આયુષ્માન ખુરાનાની ગણના એક સફળ કલાકારની છે. તેથી લંડનની એક કંપનીને અભિનેતામાં રસ પડયો છે કે તે જોખમી વિષય પર કામ કરીને કઇ રીતે પોતાના દેશવાસીઓે પર પ્રભાવ પાડે છે.
આ કેસ સ્ટ્ડીમાં આયુષ્માનના પ્રભાવને દેખાડતાં જણાવામાં આવ્યું છે કે, આયુષ્માનની સિનેમાની સફરમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે, તે જોખમી વિષયક ફિલ્મોને પસંદ કરે છે. જેમ કે, તેણે ‘ડ્રીમ ગર્લ’માં એક ક્રોસ-જેન્ડર, ‘ડોકટર-જી’માં એક સ્ત્રીરોગ વિશેષજ્ઞ વિદ્યાર્થી અને ‘વિકી ડોનર’માં એક સ્પર્મ ડોનરનો રોલ નિભાવ્યો છે. આયુષ્માને એવી ફિલ્મોમાં રોલ કર્યા છે, જેને અન્ય એકટર્સ કદાચ અસ્વીકાર કર્યા હોત. કેસ સ્ટડીમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, આયુષ્માનની પ્રસિદ્ધિ લગાતાર વધી રહી છે. તેને ‘ટાઇમ’ મેગેઝિને 2020માં દુનિયાના 100 પ્રતિભાશાળી લોકોમાંનો એક માન્યો હતો.