લંડનઃ આરોગ્ય અંગે ભયના કારણે બ્રિટિશરો માંસાહારથી દૂર જઈ રહ્યા છે. વજન ઘટાડવા ઈચ્છુક અને પ્રોસેસ્ડ ફૂડ અંગે ચેતવણીઓ માનીને લાખો બ્રિટિશરોએ તેમના આહારમાં માંસ લેવાનું બંધ કર્યું છે. ૨૦૦૭થી ૨૦૧૪ના ગાળામાં બીફના ભાવમાં ૩૫ ટકાનો વધારો થવા સામે આહારમાં લેવાતા માંસના જથ્થામાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે.
બ્રિટિશ સોશિયલ એટિટ્યુડ્સ સર્વેના આંકડા અનુસાર ગયા વર્ષની સરખામણીએ આશરે ૩૩ ટકાએ આહારમાં માંસનો વપરાશ ઘટાડ્યો છે. ૪૪ ટકા બ્રિટિશરોએ માંસમાં કાપ મૂક્યો છે અખવા તે માટે આયોજન કરી રહ્યા છે અથવા શાકાહારી બની ગયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગયા વર્ષે પ્રોસેસ્ડ માંસને કેન્સરના નિશ્ચિત કારણ અને રેડ મીટને સંભવતઃ કાર્સિનોજેનિક ગણાવ્યા પછી વપરાશ હજુ ઘટશે તેમ નિષ્ણાતો જણાવે છે.