આરોગ્યપ્રદ આહા૨ છતાં સ્થૂળતા

Monday 09th January 2017 07:28 EST
 
 

લંડનઃ બ્રિટનમાં સલાડના વેચાણમાં ઘટાડો, રેડ મીટનું વેચાણ વધ્યું, દરરોજ સવારે ઈંડા અને બેકન ફ્રાય-અપ્સ ખવાવાનું પ્રમાણ બમણું થયું છે અને માખણના વપરાશમાં ત્રણ ગણો વધારો થયો છે. સરેરાશ જોઈએ તો લોકો દરરોજ ૫૦૦ કેલરી વધુ લે છે. દેખીતી રીતે તો આ આંકડા વર્તમાન સ્થૂળ બ્રિટનની આહારની આદતોના લાગે છે. એમ નથી, આ આંકડા ૪૦ વર્ષ અગાઉ એટલે કે ૧૯૭૪ના છે અને વિરોધાભાસ તો એ છે કે તે સમયે લોકો વધુ પાતળાં હતાં. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના આંકડા અનુસાર આજે યુકેમાં મધ્ય વયના ૭૦ ટકા લોકો સ્થૂળ અથવા વધુ વજન ધરાવનારાં છે.

આંકડા જોઈએ તો પરિવારો દ્વારા ફૂડ ખરીદીમાં ઘટાડો થયો છે અને બહાર ખાવાની આદત વધી હોવાં છતાં દૈનિક લેવાતી સરેરાશ કેલરીઝમાં ઘટાડો થયો છે. અગાઉની સરખામણીએ આરોગ્યપ્રદ ખોરાકનું પ્રમાણ વધ્યું હોવાં છતાં સ્થૂળતામાં વધારો જોવા મળે છે. ગત ૪૦ વર્ષમાં લોકોની લાઈફ સ્ટાઈલમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. ચોતરફ જીમ્સનું પ્રમાણ વધ્યું છે પરંતુ, દૈનિક કસરતો ઘટી છે. ઓનલાઈન શોપિંગ વધ્યું છે પણ રોજિંદી ચાલવાની આદત ઓછી થઈ છે. ચાલવા કરતા વાહનોનો ઉપયોગ વધી ગયો છે. લોકો હવે વાતચીતો કરવા એકબીજાને રૂબરૂ મળતાં બંધ થયાં છે, સ્કાઈપ પર વાતચીત થઈ જાય છે.

સ્વાદમાં આવેલું પરિવર્તન

૧૯૭૪ની સરખામણીએ ૨૦૧૬માં વેચાણની વધઘટ

ઈંડા અને બેકન                  ૫૦ ટકા ઘટાડો

મીટ પેસ્ટ સેન્ડવિચિઝ           ૯૩ ટકા ઘટાડો

ફિશ અને ચિપ્સ                  ૬૬ ટકા ઘટાડો

ફ્રેશ પીઝ                         ૬૬ ટકા ઘટાડો

યોગર્ટ                             ૫૦૦ ટકા વધારો

મુસેલી (Muesli)               ૨૫૦ ટકા વધારો

ટેક-અવે સેન્ડવિચિઝ            ૪૦૦ ટકા વધારો

રેડી મીટ્સ                       ૧,૮૦૦ ટકા વધારો


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter