ઇંગ્લિશ ચેનલમાં માનવ તસ્કરી કરતી ગેંગના 3 દોષી ઠેરવાયાં

Tuesday 19th November 2024 10:15 EST
 

લંડનઃ ઇંગ્લિશ ચેનલમાં નાની હોડીઓ દ્વારા માનવ તસ્કરી કરતા તસ્કરને દોષી ઠેરવાયો છે. તેણે તસ્કરી દ્વારા 1.5 મિલિયન પાઉન્ડની કમાણી કરી હોવાનો દાવો કરાયો છે. બર્મિંગહામનો પિસ્તિવાન જમીલ ફ્રાન્સની માનવ તસ્કર ગેંગો સાથે મળીને માઇગ્રન્ટસને ઇંગ્લિશ ચેનલ પાર કરાવવાનું કામ કરતો હતો. એક આલ્બેનિયન નાગરિકને તેના સંબંધીને નાની હોડી દ્વારા યુકેમાં લાવ્યા બાદ જમીલની ધરપકડ કરાઇ હતી. બર્મિંગહામ કોર્ટ દ્વારા આ માનવ તસ્કર ગેંગના પિસ્તિવાન જમીલ, ફિયોરિન્ટિનો હાલલાહ અને અતાન હાલિલાહને ગેરકાયદેસર માઇગ્રેશન માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા. ત્રણેને સજાની સુનાવણી 3 ડિસેમ્બરના રોજ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter