લંડનઃ એનએચએસે જણાવ્યું છે કે ઇંગ્લેન્ડની 143 હોસ્પિટલમાં માર્થા રૂલ અમલી બનાવાશે. આ રૂલ અંતર્ગત દર્દી અને તેના પરિવારજનોને ડોક્ટરનો સેકન્ડ ઓપિનિયન લેવાનો અધિકાર મળશે.
એનએચએસના અધિકારીઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં દર્દીની સારવારમાં સૌથી મહત્વના બદલાવ પૈકીનો એક બદલાવ ગણાવ્યો છે. આ નિયમ લાગુ થવાથી દર્દી, તેના પરિવારજન અને સ્ટાફ દર્દીની સારવાર માટેની મેડિકલ ટીમમાં સામેલ ન હોય તેવા ડોક્ટર અને નર્સ પાસે દર્દીને અપાતી સારવારની સમીક્ષા કરી શકાશે.
નિયમ અંતર્ગત હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દી બિલ્ડિંગમાં જ કામ કરતી ક્રિટિકલ કેર ટીમનો 24 કલાક સંપર્ક કરી શકશે. આ માટે હોસ્પિટલોમાં ઇન્ટરનલ ફોન નંબરો પોસ્ટર દ્વારા પ્રસિદ્ધ કરાશે. અગાઉ એનએચએસ 100 હોસ્પિટલમાં આ નિયમ લાગુ કરવાની હતી પરંતુ હવે માર્ચ 2025 સુધીમાં ઇંગ્લેન્ડની 143 હોસ્પિટલમાં આ નિયમ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે.