લંડનઃ વિદેશવાસી શ્રીલંકન નાગરિકોના જૂથે તમિલ ઇલમના મુક્તિ વ્યાઘ્રો (એલટીટીઈ) પર ૨૦૦૧થી લદાયેલા પ્રતિબંધના હુકમને પડકારતા જણાવ્યું છે કે એલટીટીઈ સક્રિય નથી અને એના સભ્યો શ્રીલંકાના તમિલોની અન્ય અહિંસક રાજકીય પ્રવૃત્તિઓ કરે છે. પોતાને ‘દેશનિકાલ કરાયેલી સરકાર’ સંગઠન ગણાવતા ટ્રાન્સનેશનલ ગવર્નમેન્ટ ઓફ તલિમ ઇલમ (ટીજીટીઈ)એ, આ વર્ષના પ્રારંભે બ્રિટનના ગૃહ વિભાગને કરેલી અરજીમાં એલટીટીઈ પર લદાયેલા પ્રતિબંધના હુકમને પડકાર્યો હતો. પરંતુ એ અરજીને નકારી કાઢવામાં આવી હતી.
સંસ્થાએ હવે મેટ્રીક્સ ચેમ્બર્સના પ્રા. કોનોટ ગેર્ટિ અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ મારફતે પ્રતિબંધને કાનૂની પડકાર ફેંક્યો છે. જેની સૂનાવણી યૂકેના ત્રાસવાદ સંબંધી કાયદો ટેરરિઝમ એક્ટ ૨૦૦૦ અંતર્ગત ખાસ રચાયેલી સ્વતંત્ર ટ્રિબ્યુનલ-ધ પ્રોસ્ક્રાઇબ્ડ ઓર્ગેનાઇઝેશન્સ અપીલ કમિશન (પીઓએસી) સમક્ષ થશે.