લંડનઃ ઇંગ્લેન્ડમાં દર પાંચમાંથી ચાર અવેજી (લોકુમ) જીપીને કામ મળી રહ્યું નથી. ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતાં તેઓને એનએચએસ છોડવાની ફરજ પડી રહી છે. બ્રિટિશ મેડિકલ એસોસિએશન દ્વારા કરાયેલા સરવે અનુસાર દેશભરમાં દર્દીઓ જીપીની એપોઇન્ટમેન્ટ માટે લાંબો સમય રાહ જોઇ રહ્યાં હોવા છતાં 84 ટકા અવેજી જીપીને કામ મળી રહ્યું નથી.
31 ટકા અવેજી જીપી કહે છે કે યોગ્ય શિફ્ટ ન મળવાના કારણે અમે એનએચએસ છોડવા પર વિચારણા કરી રહ્યાં છીએ. 71 ટકા કહે છે કે બેરોજગારીના આ સ્ચર માટે સરકારનું ફંડિંગ મોડેલ જવાબદાર છે.
હવે 50 ટકા કરતાં એપોઇન્ટમેન્ટ નોન જીપી પ્રેકટિસ સ્ટાફ દ્વારા હાથ ધરાય છે. આ કર્મચારીઓને ઓછું વેતન ચૂકવવું પડે છે તેથી અવેજી જીપીને કામ અપાતું નથી.