લંડનઃ 1 મિલિયન પાઉન્ડથી વધુ મૂલ્યની કૃષિ જમીન પર ઇનહેરિટન્સ ટેક્સ લાદવાની લેબર સરકારની નીતિના વિરોધમાં સોમવારે સેંકડો ખેડૂતોએ વેસ્ટમિનસ્ટર ખાતે ટ્રેકટરો સાથે દેખાવ કર્યાં હતાં. ઓક્ટોબર 2024માં ચાન્સેલર રેચલ રીવ્ઝે બજેટમાં 20 ટકા ઇનહેરિટન્સ ટેક્સ લાદવાની જાહેરાત કરી હતી. ખેડૂતોની રેલી પહેલાં રિફોર્મ યુકેના નાઇજલ ફરાજ બેલમોન્ટ ફાર્મ ખાતે ખેડૂતો સાથે જોડાયા હતા. આ રેલીનું આયોજન સેવ બ્રિટિશ ફાર્મિંગ ગ્રુપ દ્વારા કરાયું હતું.