લંડનઃ ઓટમ બજેટમાં ચાન્સેલર રીવ્ઝ દ્વારા ખેડૂતો પર ઇનહેરિટન્સ ટેક્સ લાગુ કરાતાં છંછેડાયેલા ખેડૂતોએ મંગળવારે લંડનમાં પ્રચંડ દેખાવો કર્યા હતા. તેમણે ચેતવણી આપી હતી કે આ ટેક્સના કારણે ખાદ્ય સુરક્ષા પર જોખમ સર્જાશે, ફેમિલી ફાર્મની પરંપરાનો અંત આવશે અને માનસિક બીમારીની કટોકટી સર્જાશે. જોકે રીવ્ઝે જણાવ્યું હતું કે, એનએચએસને ભંડોળ ઉપલબ્ધ કરાવવા માટે ખેડૂતોએ ઇનહેરિટન્સ ટેક્સ ચૂકવવો જ જોઇએ.