લંડનઃ ઇસ્ટ લેન્કેશાયરના 18 ડ્રગ ડીલરને કુલ 90 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. બ્લેકબર્ન સ્થિત આ ગેંગ બર્નલી, બ્રાયરફિલ્ડ અને નેલ્સનમાં ડ્રગનો કારોબાર કરતી હતી. ગેંગની પ્રતિસ્પર્ધી ગેંગો સાથે અથડામણો થતી રહેતી હતી તેથી આ વિસ્તારોમાં ગેંગવોરની સ્થિતિનું નિર્માણ થયું હતું.
અદાલતે અમર અયાદને 11 વર્ષ 6 મહિના, હસન સાકિબને 9 વર્ષ, શેઝાદ સિકન્દરને 7 વર્ષ અને 7 મહિના, દાન્યાલ ચૌધરીને 7 વર્ષ 4 મહિના, અબ્દુલ એહમદને 6 વર્ષ 10 મહિના, મુસ્તફા મેહમૂદને 6 વર્ષ 3 મહિના, આદિલ નદિમને 6 વર્ષ 1 મહિનો, દિલાવાઇઝ મલિકને 6 વર્ષ, માઇકલ બ્રેને 5 વર્ષ 11 મહિના, અઝિમ ઇસ્માઇલને 5 વર્ષ 6 મહિના, જોની નેકરને 3 વર્ષ 9 મહિના, ઉઝેર ભટ્ટીને 3 વર્ષ 9 મહિના, શમિર માહમૂદને 3 વર્ષ 4 મહિના, સાકિબ અલીને 3 વર્ષ 3 મહિના, નાસિર ઝફરને 3 વર્ષ 2 મહિના, અમ્માર માહમૂદને 24 મહિના, સાકિબ અલીને 20 મહિનાની સજા કરી હતી.