ઈમર્જન્સી વિઝા સ્કીમ લંબાવાઈ

Wednesday 06th October 2021 05:03 EDT
 

લંડનઃ ડ્રાઈવર્સની અછતના કારણે મુશ્કેલીમાં મૂકાયેલા ક્રિસમસ તહેવારને બચાવવા વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની નાટ્યાત્મક ગુંલાટમાં ક્રિસમસની પૂર્વસંધ્યા સુધી રખાયેલી ઈમર્જન્સી વિઝા સ્કીમને લંબાવાઈ છે. ડ્રાઈવર્સની અછતના લીધે માર્કેટ્સની અભરાઈ ખાલી છે તેમજ પેટ્રોલ સ્ટેશનો પર લાંબી કતારો લાગી છે. નવા ઈમિંગ્રેશન પગલાંમાં ૩૦૦ ફ્યૂલ ડ્રાઈવર્સને તાત્કાલિક યુકે આવવા પરવાનગી મળશે અને તેઓ માર્ચ મહિનાના અંત સુધી દેશમાં રોકાઈ શકશે. બીજી તરફ, આર્મીના ૧૦૦ ડ્રાઈવર ફ્યૂલની હેરાફેરીમાં સોમવારથી લાગી ગયા હોવાનું સરકારે જણાવ્યું હતું.

આશરે વધુ ૪૭૦૦ ફૂડ હોલેજ ડ્રાઈવર્સ ઓક્ટોબર મહિનાના ઉત્તરાર્ધમાં આવશે અને ફેબ્રુઆરીના અંત સુધીનું રોકાણ કરી શકશે. આ નવા નિયમોનો અર્થ એ છે કે સરકાર ફ્યૂલ અને ફૂડ ઈન્ડસ્ટ્રીઝના દબાણો સામે ઝૂકી છે અને કેટલાક કામચલાઉ વિઝાની મુદત ક્રિસમસ ઈવથી વધારી નવા વર્ષમાં લંબાવાઈ છે. અગાઉ મિનિસ્ટર્સે વર્તમાન કટોકટીના પ્રતિસાદરૂપે ઈમિગ્રેશન નિયમોને હળવા બનાવવા ભારપૂર્વક ઈનકાર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter