લંડનઃ લંડન એસેમ્બ્લીની ચૂંટણીમાં સિટી એન્ડ ઇસ્ટ મતવિસ્તારમાંથી ઉન્મેશ દેસાઇ ચૂંટાઇ આવ્યાં છે. લેબર એન્ડ કો-ઓપરેટિવ પાર્ટીના ઉમેદવાર ઉન્મેશ દેસાઇને 99,570 મત મળ્યાં હતાં. તેમના નિકટના પ્રતિદ્વંધી કન્ઝર્વેટિવ પાર્ટીના ફ્રેડી ડાઉનિંગને 29,083 મત હાંસલ થયાં હતાં. ઉન્મેશ દેસાઇ 2016થી લંડન એસેમ્બ્લીના સભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે.
બ્રેન્ટ અન હેરો એસેમ્બ્લી સીટ પરથી કૃપેશ હીરાણી વિજેતા બન્યા હતા. તેમને આ વર્ષે 63,867 મત પ્રાપ્ત થયાં હતાં જેની સામે તેમના નિકટના પ્રતિસ્પર્ધી ઉમેદવાર સ્ટીફન બ્યુકોવિનિનલને 55,039 મત પ્રાપ્ત થયાં હતાં.
લંડન એસેમ્બ્લીની 25 બેઠકોના પરિણામ પણ જાહેર થયાં હતાં જેમાંથી લેબર પાર્ટીએ 11 બેઠક સાથે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. કન્ઝર્વેટિવ પાર્ટીને 8, ગ્રીન પાર્ટીને 3, લિબરલ ડેમોક્રેટ પાર્ટીને 2 અને રિફોર્મ યુકે પાર્ટીને 1 બેઠક પ્રાપ્ત થઇ હતી.
લંડનના મેયર પદની ચૂંટણીમાં ઝંપલાવનાર ભારતીય મૂળના અપક્ષ ઉમેદવાર તરુણ ઘુલાટીને ઝાઝી સફળતા હાંસલ થઇ નહોતી. ઘુલાટીને 24,702 મત હાંસલ થયાં હતાં.