લંડનઃ કોઇપણ ચૂંટણીમાં એક મતની કિંમત શું હોઇ શકે તે બહુ ઓછા માર્જિનથી પરાજિત થનારા ઉમેદવારને વધુ સમજાય છે. 2024ની સંસદની ચૂંટણીમાં 7 બેઠકો એવી રહી જ્યાં વિજેતા ઉમેદવાર 100 કરતાં ઓછા માર્જિનથી જીત્યાં છે. 2019માં આ પ્રકારની બેઠકની સંખ્યા ફક્ત એક રહી હતી.
બ્રિટનની ચૂંટણીના ઇતિહાસમાં 1886માં કન્ઝર્વેટિવ ઉમેદવાર જ્હોન એડમન્ડ અને લિબર ડેમોક્રેટ ઉમેદવાર એશ્ટોન અંડર લીન વચ્ચે ટાઇ સર્જાઇ હતી અને તે સમયની વ્યવસ્થા પ્રમાણે સ્થાનિક મેયરે નિર્ણાયક મત એડમન્ડની તરફેણમાં આપતાં તેમનો વિજય થયો હતો પરંતુ ત્યારબાદ નિયમો બદલી નાખવામાં આવ્યા હતા. 2024માં થયેલી ગળાકાપ ચૂંટણી જેવી ચૂંટણી ત્યારબાદ ક્યારેય જોવા મળી નથી.
કઇ બેઠક પર કેટલા માર્જિનથી વિજય
હેન્ડન – 15 મત
પૂલ – 18 મત
બાસિલડોન એન્ડ બિલ્લેરીકે – 20 મત
નોર્થવેસ્ટ કેમ્બ્રિજશાયર – 39
સેન્ટ્રલ ડિવોન – 61 મત
હેવન્ટ – 92 મત
સાઉથ બાસિલડોન એન્ડ ઇસ્ટ થર્રોક – 98 મત