એડિનબરોમાં સતત 10મા વર્ષે દિવાળીની ઉજવણીનું આયોજન

સિટી સેન્ટરથી પરેડ અને પ્રિન્સ સ્ટ્રીટ ગાર્ડન ખાતે આતશબાજીના કાર્યક્રમો

Tuesday 01st October 2024 11:41 EDT
 
 

લંડનઃ સ્કોટલેન્ડની રાજધાની એડિનબરોમાં સતત 10મા વર્ષે 3 નવેમ્બર 2024ના રોજ દિવાળીની ઉજવણી કરાશે. ઉજવણી દરમિયાન એડિનબરો સિટી સેન્ટરથી પરેડનું તેમજ પ્રિન્સ સ્ટ્રીટ ગાર્ડન ખાતે આતશબાજીનું આયોજન કરાયું છે.

એડિનબરોના ભારતીય સમુદાય અને લોર્ડ પ્રોવોસ્ટ ઓફ એડિનબરોના સહકારથી સ્કોટિશ ચેરિટી એડિનબરો દિવાળી દ્વારા 2015થી દિવાળીની ઉજવણીનું આયોજન શરૂ કરાયું હતું. 2020માં એડિનબરોની દિવાળીની ઉજવણીને વિશ્વમાં દિવાળીની ઉજવણી માટેના સાત શ્રેષ્ઠ સ્થળોમાં સ્થાન અપાયું હતું.

એડિનબરોની દિવાળીની ઉજવણીમાં 10,000 કરતાં વધુ લોકો સામેલ થાય છે અને પરેડ તથા આતશબાજીનો લ્હાવો માણે છે. આ વર્ષે 3 નવેમ્બરના રોજ બપોરના 1થી રાતના 9 કલાક સુધી એડિનબરોમાં દિવાળીની ઉજવણી કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter