લંડનઃ સરકારી તિજોરીને વ્યવસ્થિત કરવા માટે વિવિધ કાપ મૂકવા સ્ટાર્મર સરકારે ગયા સપ્તાહમાં એનએચએસથી માંડીને બેનિફિટ્સના મોરચે વિવિધ પગલાંની જાહેરાત કરી હતી. સરકારની ડામાડોળ આર્થિક સ્થિતિને સ્થિરતા બક્ષવા માટે ખર્ચમાં કાપ મૂકવાના આશયથી એનએચએસ ઇંગ્લેન્ડને નાબૂદ કરી જાહેર આરોગ્ય સેવાઓ સરકાર હસ્તક લેવાની જાહેરાત કરાઇ હતી. ત્યારબાદ વર્ક એન્ડ પેન્શન સેક્રેટરી દ્વારા યુનિવર્સલ ક્રેડિટ અને અન્ય બેનિફિટ્સમાં કાપ મૂકી પાંચ બિલિયન પાઉન્ડ બચાવવાની કવાયતના ભાગરૂપે નવા નિયમો અને શરતો જાહેર કરાયાં હતાં.