લંડનઃ ભારત અને યુકેએ સંરક્ષણ ભાગીદારી વધુ મજબૂત બનાવતાં બેંગલુરૂ ખાતે આયોજિત એરો ઇન્ડિયા 2025માં ડિફેન્સ પાર્ટનરશિપ – ઇન્ડિયાનો વિધિવત પ્રારંભ કર્યો હતો. જેમાં એરોસ્પેસ અને ડિફેન્સ મેજર થેલ્સ યુકે અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ વચ્ચે સંખ્યાબંધ સંરક્ષણ કરાર કરાયાં હતાં.
યુકે-ઇન્ડિયા ડિફેન્સ પાર્ટનરશિપ પેવિલિયનનું ઉદ્દઘાટન કરતાં યુકેના સંરક્ષણ મંત્રી લોર્ડ વર્નોન કોકરે યુકેના સંરક્ષણ મંત્રાલયમાં પ્રોગ્રામ ઓફિસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ ઓફિસ બંને દેશ વચ્ચેના સંરક્ષણ સહકારને વધારવાના વન સ્ટોપ હબ તરીકે કામ કરશે.
તેમણે જણાવ્યું હતું કે, યુકે અને ભારતે નેક્સ્ટ જનરેશન વેપન્સના નિર્માણ માટે થેલ્સ અને બીડીએલ વચ્ચેના સહકારને વધારવા સહમતિ વ્યક્ત કરી છે. બંને કંપની દ્વારા લેપસ બીમ રાઇડિંગ મેનપેડ્સ, હાઇ વેલોસિટી મિસાઇલ્સ અને લોન્ચર્સ માટે કામ કરશે અને ભારતને આ અત્યાધુનિક શસ્ત્રો આ વર્ષે જ અપાશે.
તેમણે જણાવ્યું હતું કે, સંરક્ષણ ભાગીદારી મજબૂત બનાવવા ભારતની મુલાકાતનો આનંદ છે. યુકે ઇન્ડિયા ડિફેન્સ પાર્ટનરશિપ પેવિલિયન સહકાર વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.