એલડીસીનો એલ્યુમ્ની એવોર્ડ યુબીડીએસના સીઇઓ દિપ્તેશ પટેલને એનાયત

દિપ્તેશ પટેલ ઉભરી રહેલા નવા ઉદ્યોગ સાહસિકોને મદદ કરવા ઇચ્છે છે

Tuesday 15th October 2024 10:36 EDT
 
 

લંડનઃ આ વર્ષના પ્રોગ્રામ અંતર્ગત એલડીસીએ તેના ટોચના 50 પૂર્વ વિદ્યાર્થીઓ હાલમાં શું કરી રહ્યાં છે તેની તપાસ કરી હતી. જોકે આ વર્ષનો એલ્યુમ્ની એવોર્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એજન્સી યુબીડીએસ ગ્રુપના સીઇઓ દિપ્તેશ પટેલને એનાયત કરાયો છે. દિપ્તેશ પટેલ વર્ષ 2022થી એલડીસીના ટોપ 50માં સામેલ રહ્યાં છે.

દિપ્તેશની કંપનીમાં કર્મચારીઓની સંખ્યા લગભગ 3 ગણી થઇ છે અને ક્લાયન્ટની સંખ્યામાં 60 ટકાનો વધારો થયો છે. દિપ્તેશ ભાવિ ઉદ્યોગ સાહસિકોને મદદ કરવાની પણ મહત્વાકાંક્ષા ધરાવે છે. તેઓ ઇચ્છે છે કે તેમની કંપની નવા સંશોધનાત્મક આઇડિયા ધરાવતા સંશોધકોનું ઇન્ક્યુબેટર બની રહે. દિપ્તેશ કહે છે કે અન્યોને મદદ કરવાથી હું પ્રોત્સાહિત થઉં છું. મને જે પ્રાપ્ત થયું છે તેમાંથી હું પરત કરું તેવી મારી અંગત મહેચ્છા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter