લંડનઃ લંડનમાં રોયલ લેન્કેસ્ટર ખાતે 6 ઓક્ટોબરના રોજ આયોજિત સમારોહમાં એશિયા રેસ્ટોરન્ટ એન્ડ ટેક અવે એવોર્ડ્સ 2024ના વિજેતા જાહેર કરાયાં હતાં. યુકેમાં એશિયન વાનગીઓ પીરસતા એશિયન રેસ્ટોરન્ટ્સને આ એવોર્ડ માટે પસંદ કરાય છે. સમારોહમાં ઘણા સાંસદ અને સેલિબ્રિટી હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે એઆરટીએનના સ્થાપક મોહમ્મદ મુનિમે જણાવ્યું હતું કે, આ વર્ષના ફાઇનલિસ્ટો અને વિજેતાઓને અભિનંદન. એઆરટીએ યુકેની હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં કૌશલ્યના સ્થંભ તરીકે યોગદાન આપે છે.
એઆરટીએ એવોર્ડ વિજેતા
ચેમ્પિયન ઓફ ચેમ્પિયન – રાધુની લોજ રેસ્ટોરન્ટ, રિસબરો
નેશનલ શેફ ઓફ ધ યર – કોલંબો કીચન, વોર્સેસ્ટર પાર્ક
નેશનલ ટેક અવે ઓફ ધ યર – બોમ્બે કુઝિન, પ્રેસ્ટવિચ, માન્ચેસ્ટર
ન્યૂ કમર ઓફ ધ યર – માય દિલ્હી, લેસ્ટર
સ્ટ્રીટ ફૂડ રેસ્ટોરન્ટ ઓફ ધ યર – ચકદૂમ, ન્યૂ કેસલ-અપોન- ટાયને
ફ્યુઝન રેસ્ટોરન્ટ ઓફ ધ યર – યાકિતોરી હાઉસ, ગ્લાસગો
જાપાનિઝ રેસ્ટોરન્ટ ઓફ ધ યર – સાકુરા ફાઇનેસ્ટ