લંડનઃ ઓક્ટોબરથી લાગુ થઇ રહેલા નવા પે પર માઇલ ટેક્સ સ્લેબના કારણે પરિવારોને 190 પાઉન્ડ ચૂકવવા પડે તેવી સંભાવના છે. નવી લેબર સરકાર અંતર્ગત પે પર માઇલ કાર ટેક્સ સંભવિત બની શકે છે. આ નવો ટેક્સ વ્હિકલ એક્સાઇઝ ડ્યુટીનું સ્થાન લેશે. જેના કારણે વધુ ટેક્સ ચૂકવવો પડશે. ક્લિકમિકેનિકના સીઇઓ એન્ડ્રુ જાર્વિસ કહે છે કે આ ટેક્સની સૌથી વધુ અસર ઓછી આવક ધરાવતા પરિવારો પર થશે કારણ કે જરૂરી પ્રવાસો માટે તેઓ કાર પર આધારિત હોય છે. બીજીતરફ ટ્રાન્સપોર્ટ એક્સપર્ટ્સની દલીલ છે કે ટ્રાફિક જામની સ્થિતિ હળવી બનાવવા માટે ઊંચા કરવેરા જરૂરી છે. દર વર્ષે ટ્રાફિક જામમાં વાહનચાલકોના એક બિલિયન કલાકો વેડફાઇ જાય છે.