લંડનઃ એર ઇન્ડિયાએ 18 ઓગસ્ટ 2024થી બેંગાલુરૂ અને લંડનના ગેટવિક એરપોર્ટ વચ્ચે નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ કરવાની ઘોષણા કરી છે. આ સાથે બેંગાલુરૂ પાંચમુ ભારતીય શહેર બનશે જે લંડનના ગેટવિક એરપોર્ટ સાથે સીધી નોન સ્ટોપ ફ્લાઇટથી જોડાયેલું હશે. એર ઇન્ડિયા બેંગાલુરૂ સાથેની સીધી ફ્લાઇટ સપ્તાહમાં પાંચ દિવસ ઓપરેટ કરશે.
એર ઇન્ડિયાના સીઇઓ કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે બેંગાલુરૂ અને લંડનના ગેટવિક એરપોર્ટ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ થવાની અમને ખુશી છે. અમે અમારું ગ્લોબલ નેટવર્ક વિસ્તારી રહ્યાં છીએ.
આ ફ્લાઇટ બેંગાલુરૂ અને લંડનના ગેટવિક એરપોર્ટ ખાતેથી સોમવાર, બુધવાર, ગુરૂવાર, શુક્રવાર અને રવિવારે ઉડાન ભરશે.