લંડનઃ યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે સોમવારે ઓન કેમેરા એચઆઇવી ટેસ્ટ કરાવ્યો હતો અને તેમણે વિશ્વભરના નેતાઓને તેમ કરવા આહવાન કર્યું હતું. સ્ટાર્મર એચઆઇવી ટેસ્ટ કરાવનારા પ્રથમ બ્રિટિશ વડાપ્રધાન છે. તેમણે જણાવ્યું હતું કે, હવે હું વિશ્વભરના વડાપ્રધાનો અને નેતાઓને તેમના દેશમાં એચઆઇવી ટેસ્ટ કરાવવાની અપીલ કરવાનો લક્ષ્યાંક ધરાવું છું. સમગ્ર દેશમાં એચઆઇવી ટેસ્ટિંગ માટે એક સપ્તાહ ચાલનારા અભિયાન અંતર્ગત 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વડાપ્રધાને આ ટેસ્ટ કરાવ્યો હતો.