લંડનઃ બ્રિટનમાં સંસદની ચૂંટણી પહેલાંના છેલ્લા સપ્તાહમાં પ્રચાર અભિયાન ચરમ પર પહોંચ્યું હતું. ગુજરાત સમાચારનો આ અંક વાચકો સુધી પહોંચશે ત્યાં સુધીમાં 4 જુલાઇના રોજ મતદાન સમાપ્ત થઇ ચૂક્યું હશે અને મોટાભાગના ચૂંટણી પરિણામો જાહેર થઇ ચૂક્યાં હશે. પરંતુ તે પહેલાંના સમયગાળામાં મતદારોના મૂડ પર એક નજર નાખીએ જેથી ચૂંટણી પરિણામો દેશભરમાં હાથ ધરાયેલા ઓપિનિયન પોલ્સની કેટલાં નજીક રહ્યાં છે તે જોઇ શકાય.
બ્રિટનમાં હાથ ધરાયેલા તમામ રાષ્ટ્રવ્યાપી ઓપિનિયન પોલ્સમાં એ તો સ્પષ્ટ થઇ ગયું છે કે લેબર પાર્ટી આ વખતે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરવા જઇ રહી છે. બ્રિટિશ ઇલેક્શન પર ઇકોનોમિક્સ દ્વારા પહેલીવાર હાથ ધરાયેલા મેગા પોલમાં ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં લેબર પાર્ટીને 632માંથી 429 બેઠક મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો લેબર પાર્ટીને અંદાજ પ્રમાણેની બેઠકો મળશે તો તે બીજા વિશ્વયુદ્ધ પછીનો પાર્ટીનો સૌથી મોટો વિજય ગણાશે. બીજીતરફ 2019માં 365 બેઠક મેળવનાર કન્ઝર્વેટિવ પાર્ટી ફક્ત 117 બેઠકો પર સમેટાઇ જાય તેવી સંભાવના છે. અહીં જૂન મહિનામાં વિવિધ તબક્કે હાથ ધરાયેલા કેટલાક એમઆરપી પોલના અંદાજ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.
ઇકોનોમિસ્ટ ઓપિનિયન પોલ
પાર્ટી – બેઠકો
લેબર પાર્ટી – 429
કન્ઝર્વેટિવ પાર્ટી – 117
લિબરલ ડેમોક્રેટ – 042
રિફોર્મ યુકે – 02
એસએનપી – 23
અન્ય - 05
ડેઇલી મીરર અને જીબી ન્યૂઝ ઓપિનિયન પોલ
પાર્ટી – બેઠક
લેબર પાર્ટી – 450
કન્ઝર્વેટિવ પાર્ટી – 60
લિબરલ ડેમોક્રેટ – 071
રિફોર્મ યુકે – 18
ગ્રીન પાર્ટી – 04
એસએનપી – 24
પ્લેઇડ – 04
અન્ય – 01
ઇપ્સોસ એમઆરપી પોલ
પાર્ટી – બેઠક
લેબર પાર્ટી – 453
કન્ઝર્વેટિવ પાર્ટી – 115
લિબરલ ડેમોક્રેટ – 38
રિફોર્મ યુકે – 03
ગ્રીન પાર્ટી - 03
એસએનપી – 15
પ્લેઇડ – 03
ગાર્ડિયન પોલ
પાર્ટી - બેઠક
લેબર પાર્ટી – 428
કન્ઝર્વેટિવ પાર્ટી – 127
લિબરલ ડેમોક્રેટ – 50
રિફોર્મ યુકે – 03
એસએનપી – 19
પ્લેઇડ – 03
ગ્રીન પાર્ટી – 02
અન્ય - 18