લંડનઃ રોયલ ઓલ્ડહામ હોસ્પિટલની લોકપ્રિય નર્સ પર ધારદાર હથિયાર વડે હુમલો કરનાર રૂમોન હક પર હત્યાના પ્રયાસનો આરોપ મૂકાયો છે. હાલ તેને કસ્ટડીમાં રખાયો છે. તેને માન્ચેસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો.
હોસ્પિટલના સહયોગીઓએ જણાવ્યું હતું કે, 50 વર્ષની આસપાસની આ ભારતીય નર્સ બે સંતાનની માતા છે અને તે છેલ્લા એક દાયકાથી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. શનિવારે રાતના 11-30 કલાકે હોસ્પિટલના એક્યુટ મેડિકલ યુનિટમાં તેના પર કાતર વડે હુમલો કરાયો હતો.
નર્સના એક સહયોગીએ જણાવ્યું હતું કે, તે અનુભવી અને ઘણી પ્રેમાળ મહિલા છે. તે ઓલ્ડહામના ભારતીય સમુદાયમાં પણ ઘણી સક્રિય છે. તે ઇન્ડિયન એસોસિએશનની પણ સભ્ય છે. હુમલામાં તેને જીવલેણ ઇજા થઇ છે અને તેની અન્ય હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.