કંટાળેલી પત્નિએ ૧૮ યુરોમાં પતિને વેચવા મૂક્યો !

Wednesday 02nd January 2019 02:06 EST
 

લંડનઃ હેમ્બર્ગની ડોર્ટ એલ ઉપનામ ધરાવતી ૪૦ વર્ષીય મહિલાએ તેના પતિને eBay પર ૧૮ યુરોમાં વેચવા મૂક્યો હતો. મહિલા તેના પતિના જીવન પ્રત્યેના નકારાત્મક અભિગમથી કંટાળી ગઈ હતી.

એડવર્ટમાં જણાવાયું હતું કે, ‘વેચવાનો છે, પતિ, વપરાયેલો’. આ યુગલનો ક્રિસમસ ટ્રી સાથેનો ફોટો પણ મૂક્યો હતો. આ જાહેરાત પર ઘણાં લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. પરંતુ, કોઈએ નકકર ઓફર કરી ન હતી. જાહેરાતમાં જણાવાયું હતું કે તેના પતિને ક્રિસમસના દિવસે પણ મળી શકાશે, જેથી તેના નવા માલિક બોક્સિંગ ડે પર તેનો રોડ ટેસ્ટ લઈ શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter