બોગસ સર્ટીફિકેટ અોફ સ્પોન્સરશીપ (COS) રજૂ કરવાના કારણે ટીયર ટુ એપ્લીકેશન નકારવાના કિસ્સામાં કહેવાતા ઇમીગ્રેશન કૌભાંડનો ભોગ બનેલા ૨૦ વિદ્યાર્થીઅો બાબતે અમારૂ ધ્યાન દોરવામાં આવ્યું છે. ગત રવિવારે આ અંગે જેની સામે આક્ષેપ કરાયો છે તે ઇમિગ્રેશન એડવાઇઝરના ઘર સામે ભોગ બનેલા વિદ્યાર્થીઅો દ્વારા પ્લેકાર્ડ સાથે દેખાવો કરવામાં આવ્યા હતા.
અમે આ અંગે બન્ને પક્ષના લોકો અને તેમના સોલીસીટર્સ સાથે સંપર્કમાં છીએ અને તેમની રજૂઆતની રાહ જોઇ રહ્યા છીએ. કેટલાક સુત્રોએ જણાવ્યું છે કે આ અંગે હોમ અોફિસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે અને આગામી સપ્તાહોમાં આ બાબતે અહેવાલ રજૂ કરવામાં આવશે.