લંડનઃ કિંગ ચાર્લ્સની ઓસ્ટ્રેલિયા મુલાકાત દરમિયાન સંસદમાં કિંગ સામે બખાડો કરનાર ઓસ્ટ્રેલિયાની મૂળ વતની સાંસદ સામે સેનેટમાં નિંદા પ્રસ્તાવ પસાર કરાયો હતો. સેનેટર લીડિયા થોર્પે સામેનો આ નિંદા પ્રસ્તાવ દર્શાવે છે કે તેમના સાથી સેનેટરો લીડિયાના કિંગ પ્રત્યેના વર્તન સાથે સહમત નથી. ઓસી સેનેટમાં નિંદા પ્રસ્તાવ 46 વિરુદ્ધ 12 મતથી પસાર કરાયો હતો. કિંગની મુલાકાત દરમિયાન લીડિયાએ બરાડા પાડીને જણાવ્યું હતું કે તમે અમારા રાજા નથી. તમે અમારા શાસક નથી.