લંડનઃ 4 જૂનથી કિંગ ચાર્લ્સના પોટ્રેઇટ સાથેની ચલણી નોટો ચલણમાં મૂકાઇ છે. જો કે આ નોટો આમ જનતાના હાથમાં આવતા થોડો સમય લાગશે કારણ કે બેન્ક ઓફ ઇંગ્લેન્ડ ફાટેલી અને નુકસાન પામેલી ચલણી નોટોના સ્થાને ઉત્તરોતર કિંગ ચાર્લ્સના પોટ્રેઇટ સાથેની ચલણી નોટો બજારમાં મૂકશે. કિંગ ચાર્લ્સ બ્રિટનના બીજા શાસક છે જેમને ચલણી નોટો પર સ્થાન અપાયું છે. 1960માં પહેલીવાર ક્વીન એલિઝાબેથ દ્વિતિયને ચલણી નોટો પર સ્થાન અપાયું હતું.