લંડનઃ ગયા વર્ષે યોજાયેલી કિંગ ચાર્લ્સ તૃતીયની તાજપોશી બ્રિટિશ કરદાતાઓને 72 મિલિયન પાઉન્ડમાં પડી હતી. તાજપોશીના સમારોહના આયોજન માટે ડિપાર્ટમેન્ટ ફોર કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ્સ દ્વારા 50 મિલિયન પાઉન્ડનો ખર્ચ કરાયો હતો જ્યારે પોલીસ વ્યવસ્થા પાછળ હોમ ઓફિસ દ્વારા 22 મિલિયન પાઉન્ડનો ખર્ચ કરાયો હતો.
ડીસીએમએસે કિંગની તાજપોશીને પેઢીમાં એક જ વાર આવતો પ્રસંગ ગણાવ્યો હતો. આમ તો મે 2023માં યોજાયેલી તાજપોશીના કાર્યક્રમને ટૂંકાવી દેવાયો હોવાના દાવા કરાયા હતા. 1953માં ક્વીન એલિઝાબેથ દ્વિતીયની તાજપોશીમાં નિમંત્રણ અપાયું હતું તેની સરખામણીમાં ફક્ત 25 ટકા મહેમાનને જ કિંગ ચાર્લ્સની તાજપોશીમાં આમંત્રણ અપાયું હતું.
તાજપોશી સરકારી કાર્યક્રમ હોવાથઈ તેનો ખર્ચ યુકેની સરકાર અને બકિંગહામ પેલેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.