લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીયની તસવીર સાથેનો 1 પાઉન્ડનો સૌપ્રથમ સિક્કો ચલણમાં મૂકાયો છે. રોયલ મિન્ટ દ્વારા દેશભરની બેન્કો અને પોસ્ટ ઓફિસોમાં 3 મિલિયન સિક્કા વિતરિત કરાયા છે. આ સિક્કો બ્રિટનના નવા રાજાના શાસનકાળનો પ્રારંભ અને તેમના કુદરત પ્રત્યેના પ્રેમને વર્ણવે છે. સિક્કાની એક બાજુ પર કિંગ ચાર્લ્સની તસવીર તો બીજી બાજુ પર મધમાખીઓની જોડી છે. જોકે ક્વીન એલિઝાબેથ દ્વિતીયની તસવીર સાથેના સિક્કા હજુ ચલણમાં જારી રહેશે. રોયલ મિન્ટના ડિરેક્ટર રેબેકા મોર્ગને જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સનો 1 પાઉન્ડનો સિક્કો ચલણમાં મૂકવાનું અમને સન્માન પ્રાપ્ત થયું છે.