લંડનઃ કિંગ ચાર્લ્સે ગયા સપ્તાહમાં ટોટેનહાન સ્થિત સ્ટેડિયમમાં અમેરિકન ફૂટબોલ પર હાથ અજમાવ્યો હતો. 76 વર્ષીય રાજવીની સચોટ ટેકનિક જોઇને હાજર મહાનુભાવો અને ખેલાડીઓ પણ પ્રભાવિત થયાં હતાં. નોર્થ લંડનમાં આવેલી આ ક્લબની મુલાકાત દરમિયાન કિંગ ચાર્લ્સે તેના સામાજિક કાર્યો અને અમેરિકાની નેશનલ ફૂટબોલ લીગ સાથેની ભાગીદારીની પણ પ્રશંસા કરી હતી.