લીસ્બન-પોર્ટુગલ સ્થિત નામાંકિત ઉદ્યોગપતિ શ્રી તેજસભાઇ તુલસીદાસ કક્કડ અને શ્રીમતી જયશ્રીબેન ટી. કક્કડનાં સુપુત્રી તથા રાજકોટ સ્થિત શ્રી જલારામભક્ત પૂ. ભાનુમાનાં પૌત્રી સૌભાગ્યકાંક્ષિણી ચિ. અમ્રીતાનાં શુભલગ્ન બેંગ્લોર નિવાસી (હાલ હંસલો સ્થિત) શ્રી ક્રિષ્ણાભાઇ તથા શ્રીમતી સુમનબેન સચાણીયાના સુપુત્ર ચિ. રિતેશકુમાર સાથે સોમવાર તા. ૯ માર્ચ ૨૦૧૫ના રોજ વીઅાઇપી લાઉન્જ, એજવેર ખાતે નિરધાર્યંા હતાં. અા શુભ પ્રસંગે નવદંપતિને અાશીર્વાદ પાઠવવા લંડનસ્થિત લોહાણા સમાજના અગ્રણીઅો તેમજ લેસ્ટર, લીસ્બન અને ભારતથી અામંત્રિત મહેમાનો પધાર્યા હતા. પ્રસ્તુત તસવીરમાં ડાબેથી શ્રીમતી જયશ્રીબેન કક્કડ, શ્રી રજત વાટ્સ, તેજસભાઇની નાની પુત્રી અ.સૌ. મીરા વાટ્સ, નવદંપતિ અ.સૌ. અમ્રીતા અને ચિ. રિકેશકુમાર, ચિ. પ્રણવ તેજસભાઇ કક્કડ અને શ્રી તેજસભાઇ કક્કડ.